Get The App

સુખ-દુઃખના સરવાળાથી બનેલી 'લા૫સી'

Updated: Nov 4th, 2019

GS TEAM

Google News
Google News
સુખ-દુઃખના સરવાળાથી બનેલી  'લા૫સી' 1 - image

જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે ફૂટલાઇટ થિયેટર ખાતે નાટક 'લાપસી' અને 'લીલા'ની રજૂઆત કરવામાં આવી. લાપસી અને લીલા નૌશિલ મહેતા દ્વારા લેખિત અને અદિતિબેન દેસાઇ દ્વારા દિગ્દર્શન કરવામાં આવ્યું છે. 'લાપસી' નાટકમાં પૂજા પુરોહિત દ્વારા અદ્ભુત અભિનય કરવામાં આવ્યો છે જ્યારે 'લીલા'નાટકમાં  અભિનય બેન્કર, ગૌરાંગ આનંદ, મહર્ષિ અને રાહુલ રાવલ જેવા કલાકારોએ કામ કર્યું છે.

બાળકને સારું જીવન આપવા સરોગેટે મધર બનવા તૈયાર થાય છે જમકુ

લાપસી નાટકમાં સરોગસી ઉપરની વાત છે જેમાં જમકુ નામની એક છોકરી છે જેની પહેલી પ્રેગ્નેન્સી વખતે તેના બાળકનું ગળું નાળમાં ફસાઇ જાય છે અને તે સ્પેશ્યલ ચાઇલ્ડ જન્મે છે. જમકુના સાસુ-સસરા અને પતિ દ્વારા તેના બાળકના કારણે તેને તરછોડે છે. તે પથ્થર તોડીને તેનુ ગુજરાન ચલાવે છે પરંતુ બાળકને સારુ જીવન આપવા સરોગેટે મધર બનવા તૈયાર થાય છે. પણ કરમની કઠણાઇ કે બીજુ બાળક પણ સ્પેશ્યલ ચાઇલ્ડ હોય છે અને હોસ્પિટલ આ બાળકને અપનાવવા તૈયાર થતી નથી. જમકુ તેના જીવનમાં વર્ષો પછી ફરીપાછી એજ વીમાસણમાં મૂકાય છે કે બે બાળકનો ઉછેર કેવી રીતે કરવો અને ચાર વર્ષ બાદ તે ફરીએક વખત સરોગેટ મધર બનવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

કુદરતની 'લીલા' 

લીલા નાટકમાં બે વૃદ્ધની વાત છે વલ્લભદાસ અને જોરાવરસિંહ. જોરાવરસિંહ એક ચાર્મિંગ અને દરેક મહિલા સાથે ફ્લર્ટ કરતો વ્યક્તિ હોય છે જ્યારે વલ્લભદાસ બ્રહ્મચારી અને એકદમ સીધો માણસ છે. તેઓ એક સાથે હોસ્પિટલમાં ભેગા થઇ જાય છે, હવે જ્યાં સુધી રિપોર્ટ ન મળે ત્યાં સુધી વાતો કરવાનું ચાલુ કરે છે જેમા હાસ્ય સર્જાય છે, જેમાં જોરાવરસિંહ વલ્લભદાસને છોકરીને પ્રપોઝ કરવાની અવનવી રીતો બતાવે છે, જ્યારે વલ્લભદાસ પ્રપોઝ કરવા જાય છે કે ડોક્ટરે રિપોર્ટ આપતા કહ્યું કે, તેમને કેન્સર છે, ઓપરેશન તો થશે પણ તેના સાઇડ ઇફેક્ટમાં તેમની સેક્સલાઇફ પર અસર પડશે તેમનો અવાજ છોકરી જેવો થશે અને શરીરમાં પણ છોકરી જેવા ફેરફાર દેખાશે. તે સાંભળી જોરાવરસિંહ પેટ પકડીને હશે છે અને વિચારે છે કે પ્રપોઝ કરવા તો ગયો પણ જીવનમાં કઇ નહી કરી શકે. થોડીવારમાં ડૉક્ટર આવીને કહે છે સોરી આ રિપોર્ટ એમનો નહી, તમારો છે.

Tags :