Get The App

38 વર્ષથી પતિ પત્ની પર જીવલેણ હુમલા કરતો, અંતે ત્રાસ અસહ્ય બનતાં પત્ની ઘરડાંઘરમાં રહેવા આવી ગઈ

પતિરૂપી પરમેશ્વર જ દીપાબહેનનો 'જીવનદીપ' ઓલવી દેવા કાવા-દાવા કરતો

Updated: Jun 22nd, 2019

GS TEAM

Google News
Google News
38 વર્ષથી પતિ પત્ની પર જીવલેણ હુમલા કરતો, અંતે ત્રાસ અસહ્ય બનતાં પત્ની ઘરડાંઘરમાં રહેવા આવી ગઈ 1 - image

'દિવસ દરિંમયાન મારા પતિ મને બે-ત્રણ વખત મારે નહિ ત્યા સુધી તેમને ઊંધ નહોતી આવતી, વાળ પકડીને જમીન પર પછાડવું, છુટ્ટી સાણસી મારવી, કબાટમાંથી લઇ મારા કપડાં સળગાવી દેવા તે તેમનો રોજનું થઇ ગયું હતું. હું કોઇ પણ કામ ન કરું તો તે મારા મોંઢા પર એસિડ નાખી દેવાની ધમકી આપતા. આ માત્ર ધમકી ન હતી તેણે મને જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. કામ-ધંધો છોડીને તે માત્ર મારા ભાઇ અને પિતા પાસેથી પૈસા પડાવવાના કાવાદાવા કરતા. તેમને દિકરો જોતો હતો તેથી તેમણે મારી બન્ને દીકરીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.

મારી નાની દીકરીને તેઓએ ડ્રીલ મશીનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે હિમ્મત કરી મેં તેની પાસે ડિવોર્સની માગ કરી ત્યારે તેમના હાથમાં રહેલું પક્કડ મોં પર માર્યું જેનાથી મારા હોઠ કપાઇ ગયા હતા લગ્નના ૩૮ વર્ષ સુધી આ નિત્યક્રમ રોજ ચાલ્યો હતો.'' ગળગળા થઇ ગયેલા આ શબ્દ ધર્મનગર, સાબરમતી ખાતે રહેતા દિપાબહેન આહુજાના છે. જેમનો જીવનસાથી જ તેમના જીવનો દુશ્મન બની ગયો છે. તેમના શબ્દો સાંભળતા કોઇને લાગે કે આ વ્યકિત અશિક્ષિત કે કોઇ ચાલીમાં રહેતો વ્યકિત હશે પરંતુ દિપાબહેનના પતિ કાંતિલાલ આહુજા એલએલબી થયેલા છે.

દિપાબહેનના કહેવા અનુસાર તેમના પતિ તેમના શિક્ષણનો ઉપયોગ કાવાદાવા કરવામાં કરતા બધા જ કાયદા જાણવાને કારણે તેઓ જ્યારે દિપાબહેને ખૂબ પીટતા ત્યારે દિપાબહેનનું લોહી તેમના શર્ટ પર લગાડીને બહાર નીકળતા અને પડોશી અને સંબંધીને તેમની પત્નીએ તેમને માર્યું છે તેવો દાવો કરતા હતા. દિપાબહેનના પિતા પાસે દહેજની માગ કરતા હતા. બન્ને દીકરીને લઇને પિયર પરત ફરવાનું અને ભાઇઓ પર બોજ બનવાનું યોગ્ય ન લાગતા દિપાબહેન સહન કરતા ગયા. હવે દીકરીઓના લગ્ન પછી તેઓને સતત ઘરમાં બીક લાગ્યા કરે છે કે તેમના પતિ તેમને મારી નાખશે તેથી છ મહિના પહેલા કોઇને પણ જાણ કર્યા વગર તેઓએ જીવન સંધ્યા ઘરડાઘરનો સહારો લીધો છે.

ઘરડાઘરમાં આવીને મે નિરાંતનો શ્વાસ લીધો હોય તેવું લાગે છે

ઘરડાઘરના ટ્રસ્ટી સુકેતુ નાગરવાડિયાના સહકારથી મેં અહી આવીને નિરાંતનો શ્વાસ લીધો છે. તેઓએ મારા માટે કડક સિક્યુરીટી રાખી છે. મારા પતિથી બચીને મારી દિકરી અહી દુપટ્ટો બાંધીને મને મળવા આવે છે. જો તેના પિતા તેને જોઇ જાય તો તેના ઘરમાં જઇને માર પિટ કરવા લાગે. મારે તેની પાસેથી હવે છુટ્ટાછેડા સિવાય કશુ જ જોતુ નથી હું એટલી કંટાળી ગઇ છું.- દિપાબહેન આહુજા

એક પુત્રીના પિતા માટેના શબ્દો 'તે માણસના રૂપમાં જાનવર છે' 

મોટી દીકરી જાગૃતિએ કહ્યું કે, અમે બન્ને બહેનો પિયરમાં હતા ત્યાં સુધી અમે ઘણું સહન કર્યું છે પરંતુ લગ્ન બાદ પણ તેઓએ અમને હેરાન કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. પહેલા તો અમે જ તેમના માટે પૈસાનું મશીન હતા તેથી તેઓ અમારા લગ્ન થવા લેવા નહતા માંગતા. હવે તેઓ દર મહિને અમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે. જે તેમને પૈસા ન આપીઓ તો તે કોઇ પણ સમયે અમારા ઘરે આવીને બેસી જાય છે કાંતો ઓફીસમાં અંદર ઘૂસીને હુ જેની સાથે બેસતી ઉઠતી હોવું તેમના ફોટોઝ પાડવા માંડે. તેઓએ અમારા દાંપત્ય જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ ઉભી કરી છે. તેઓ અમને જગડાવવા અને અમારા વચ્ચે ડિવોર્સ કરવાનો એક પણ ચાન્સ છોડતા નથી તેઓ માણસના રૃપમાં જાનવર છે અને તેમની લાથે જીવવું એ રોજ એક મોત મરવા જેવું છે

અહીં આવતા દરેક વ્યક્તિની જવાબદારી મારી છે તેથી દિપાબહેનને કોઇ પમ જાતની તકલીફ ન પડે તે માટે ખાસ સિક્યુરીટી રાખી છે. તેમને મળવા માટે કોઇપણ વ્યક્તિ આવે તેનો ફોટો પાડીને સૌપ્રથમ ઓફિસમાં બતાવવામાં આવે છે અને જો દિપાબહેન અને અમને યોગ્ય લાગે તો જ દિપાબહેન તેમને મળી શકે છે. - સુકેતુ નાગરવાડિયા, જીવન સંધ્યાના ટ્રસ્ટી

Tags :