Get The App

પુસ્તકોની સંખ્યા 8 અને વિદ્યાર્થી હવે 21 દિવસ સુધી પુસ્તક રાખી શકશે

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા નવા શૈક્ષણિક સત્રથી એમ.ફીલ અને પીએચ.ડી.માં સંશોધન કરતા સ્ટુડન્ટસ માટેના

Updated: Jun 14th, 2019

GS TEAM

Google News
Google News

સંશોધન એ કોઇપણ ક્ષેત્ર માટે મહત્વની બાબત છે. હાલમાં ગુ.યુનિ.માં સ્ટુડન્ટસ એમ.ફીલ અને પીએચ.ડી.માં સંશોધન કરતા સ્ટુડન્ટસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આવા સંશોધકને તેમનાં વિષય સંશોધન માટે પૂરતા પુસ્તકો મળે તે જરૃરી છે. 

સંશોધકના સંશોધન કાર્યને વધુ વેગ મળે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા જુન મહિનાના નવા શૈક્ષણિક સત્રથી એમ.ફીલ અને પીએચ.ડી. કરતા સંશોધકને સંશોધન માટે આપવામાં આવતા ચાર પુસ્તકને બદલે હવેથી આઠ પુસ્તક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આ પુસ્તકોનો ઇશ્યૂ કરવાનો સમયગાળો ૧૪ દિવસથી વધારીને ૨૧ દિવસ કરવામાં આવ્યા છે. 

પુસ્તકોની સંખ્યા 8 અને વિદ્યાર્થી હવે 21 દિવસ સુધી પુસ્તક રાખી શકશે 1 - imageસંશોધન એ કોઇપણ વિશ્વવિદ્યાલય અને સંશોધક માટે ખૂબ ઉપયોગી છે. સ્ટુડન્સને પોતાના સંશોધન માટે પુરતા  વિષયવસ્તુ સાથેના પુસ્તકો મળી રહે તે ખૂબ જરૃરી છે. હાલમાં ગુ.યુનિ.માં એમ.ફીલ અને પીએચ.ડી.માં સંશોધન કરનાર સ્ટુડન્ટસની સંખ્યામાં ઘણો વધારો થયો છે તેને ધ્યાનમાં લઇને ગુ.યુનિ.ના લાઇબ્રેરી ગ્રંથાલય દ્વારા સ્ટુડન્ટસના સંશોધનમાં પૂરતા પુસ્તકો મળે અને તે પુસ્તકો ઇશ્યૂ કરવાની સંયમર્યાદામાં વધારો કરાયો છે. 

- યોગેશ પારેખ, ગ્રંથપાલ-ગુજરાત યુનિવર્સિટી

Tags :