Get The App

બિઝનેસમાં સમયાંતરે આવતા બદલાવને નવી પેઢીએ સમજવા જોઇએ

ગુજરાત યુનિવર્સિટી બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ખાતે 'બિલ્ડિંગ હ્યુમન એન્ડ બિઝનેસ એક્સેલન્સ ઇન વીયુસીએ વર્લ્ડ' વિષય પર નેશનલ કોન્કવેલ

Updated: Nov 24th, 2019

GS TEAM

Google News
Google News
બિઝનેસમાં સમયાંતરે આવતા બદલાવને નવી પેઢીએ સમજવા જોઇએ 1 - image

બી.કે.સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડી અને ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટના (આઇએસટીડી) સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી ખાતે 'બિલ્ડિંગ હ્યુમન એન્ડ બિઝનેસ એક્સેલન્સ ઇન વીયુસીએ વર્લ્ડ' વિષય પર નેશનલ કોન્કવેલનું આયોજન કરાયું હતું. કોન્કલેવમાં ચીફ ગેસ્ટ તરીકે આઇઆઇએમ-એના પૂર્વ ચેરપર્સન પીડીપીયુના ડી.એમ. પેસ્તનજી પ્રોફસર ઉપસ્થિત રહ્યાં હતા.

કોન્કવેલમાં ડી.એમ.પિસ્તનજીએ કહ્યું કે, બિઝનેસ કરવા માટે આત્મશકિત ખૂબ જરૃરી છે. બિઝનેસમાં સમયાંતરે ઘણા જે બદલાવ આવ્યા છે તેને નવી પેઢીએ સમજવા જોઇએ. દુનિયાને અમેરિકાએ બિઝનેસ કરવા માટે વોલેટીવ, અન્સર્ટન, કોમ્પલેક્ષ અને એમ્બિજિનિયસને મુખ્ય પ્રેરણાસ્ત્રોત શબ્દો ગણવામાં આવે છે. સફળ બિઝનેસમાં હ્યુમન રિસોર્સનો (એચઆર) અગત્યનો ફાળો હોય છે. કંપનીના સિનિયર અને જુનિયર વચ્ચનો મતભેદ ભૂલીને બિઝનેસમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. નેશનલ કોન્કવેલનું સંચાલન પ્રોફેસર નિલમ પંચાલે કર્યું હતું.

બિઝનેસથી વિશ્વના દરેક દેશને જોડી શકાયા

બિઝનેસ એ અર્થતંત્ર માટે ખૂબ જ જરૃરી છે. બિઝનેસથી એકબીજાના વિચાર અને નિર્ણયશકિતનીને વધુ પ્રાધાન્ય મળે છે. હ્યુમન રિસોર્સ એ બિઝનેસ માટે ખૂબ જ અગત્યનો આધારસ્તંભ છે. કંપનીએ બિઝનેસમાં વધારે નફો કરવાની અને પોતાની પ્રોડક્ટને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કંપનીએ અનુભવી લોકો તથા નવી ટેકનોલોજીને વધુ પસંદ કરવી જોઇએ. કંપનીએ બિઝનેસની શરૃઆત એક બિલ્ડીંગ દ્વારા જ કરવી પડે છે તો બિલ્ડીંગને પણ મેનેજમેન્ટ રીતે તૈયાર કરવી ખૂબ જરૃરી છે. -કુરિયન ડેનિયલ, વાઇસ પ્રેસિડન્ટ, વેસ્ટર્ન રીઝોન

Tags :