વિકસિત અને અલ્પવિકસિત દેશો વચ્ચેનો ગેપ દૂર કરવાથી જ પર્યાવરણ બચાવી શકાશે
ગ્રીન કેટાલીસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે 'પ્રકૃતિ સંવાદ'નું આયોજન કરાયું
વિકસિત રાષ્ટ્ર બનવા માટે ઘણી આર્થિક સમસ્યાઓ સાથે બીજી સમસ્યાઓ પણ આવતી હોય છે, તેમાંની સૌથી મોટી સમસ્યા પર્યાવરણ અને પાણીની છે. આવી સમસ્યા વિશે લોકોમાં જાગૃતિ વધે તેવા અર્થ સાથે ગ્રીન કેટાલીસ્ટ દ્વારા 'પ્રકૃતિ સંવાદ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં યુવાઓ પોએટ્રી, ઓપન લેટર, સ્કીટ અને માઇન દ્વારા પોતાના પર્યાવરણ બચાવવા વિશેના વિચારો રજૂ કરે છે. પ્રકૃતિ સંવાદમાં એલડીઇસી ક્લબના એલ્યુમિનીએ વિકસિત અને અલ્પવિકસિત દેશો વચ્ચે વધતા ગેપના કારણે સર્જાતી પર્યાવરણી સમસ્યા પર સ્કિટ રજૂ કરી હતી. સ્કિટમાં તેઓ દ્વારા વિકસિત દેશો દ્વારા કરવામાં આવતા પ્રદૂષણનો ભોગ વિશ્વના બધા દેશો બને છે. જ્યારે વિકાસનો ફાયદો બધા દેશોને મળતો નથી. પ્રકૃતિ સંવાદમાં યુવાઓએ પોએટ્રી દ્વારા પણ વિચારો રજૂ કર્યા હતા.
પાણી સરળતાથી મળતું હોવાથી તેની કિંમત નથી
આજે લોકોને સરળતાથી પાણી મળતું હોવાથી પાણીની કિંમત સમજાતી નથી. જ્યારે પહેલાના સમયમાં ટેકનોલોજી ઓછી હોવાથી લોકો પાણીનો ઉપયોગ સમજીને કરતા હતા. આપણે વસ્તી કે વપરાશ ઓછો નથી કરી શકતા પરંતુ વપરાશની આડમાં થતો પાણીનો વ્યય ચોક્કસ પણે રોકી શકાય તેમ છે. તેના માટે લોકોને જાગૃત કરવા પડશે અને આ પ્રક્રિયા લાંબાગાળાની છે. - રવિ મિસ્ત્રી, સી.એ.
આપણે કુદરતી સંતુલન સાથે છેડા કરીએ છીએ
ગાડીઓ દિવસ દરમિયા ધુમાડો કાઢે છે, અને માનવીઓ રાત્રીના સમયે ધુમાડો ફેલાવે છે. કવિતામાં મેં ધરતી પર વધી રહેલા પ્રદૂષણ અને અત્યાચારોની વાત કરી છે. માનવી પોતાની સવલતો વધારવા માટે વૃક્ષો કાપે છે, ત્યારે ઘણા પક્ષીઓ ઘર વિહોણા બને છે. આવા કાર્યોથી કુદરતી સંતુલન પર પ્રભાવ પડે છે અને કુદરતી આફતો પણ આ અસંતુલીત સંતુલનની દેન છે. - જ્હાન્વી ચરખાવાલા