દર્શનાર્થીઓ દ્વારા લવાતા દૂધ અને ફ્રૂટને એકત્રિત કરી વિતરણ કરાશે
કામેશ્વર મહાદેવ નારણપુરા અને વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગોતા દ્વારા શ્રાવણ માસમાં અનોખી પહેલ
આજથી શિવાલયો બમ બમ ભોલે'ના નાદથી ગૂંજી ઊઠશે. ભક્તો દ્વારા ભગવાનને દૂધનો અભિષેક કરવાની સાથે અવનવા ફ્રૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે ત્યારે શહેરના કેટલાક શિવ મંદિર દ્વારા ભગવાનની પૂજા-અર્ચનાની સાથે જરૂરિયાતમંદ લોકોની પણ મદદ કરી શકે તેવું માનવસેવાનું અનોખું કાર્ય થશે. નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરના માનદ્મંત્રી નટવરભાઇ પટેેલે કહ્યું કે, લોકો ભગવાન શિવજીના દર્શન કરીને પોતાની શ્રદ્ધાથી બિલિપત્ર અને દૂધનો અભિષેક કરતા હોય છે ત્યારે અભિષેક માટે અપાતા દૂધને એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીને માનવસેવાનું કાર્ય કરીશું.
ભગવાનની ભક્તિ અને સેવા કાર્યથી પુણ્યમાં વધારો થાય છે
દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરી શકશે તેમજ દૂધ-ફળ પ્રસાદીરૃપે ભગવાનને ધરાવ્યા પછી તેને એકત્રિત કરીને જરૃરિયાતમંદ લોકોમાં વિતરણ કરવા માટેનું અમે આયોજન કર્યું છે. ભાનુદાદ પંચોલી દ્વારા આ કાર્ય જોડાયેલા છે અને તેઓ ઘણાં સમયથી આ રીતે કાર્ય કરી શકાય છે. ભગવાનની ભક્ત અને સેવા કાર્યથી પુણ્ય કમાય શકાય છે અને લોકસેવાનું કાર્ય પણ કરી શકાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. -શાસ્ત્રી ક્રિષ્ણકાંત ઠાકર, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, ગોતા