ફોર્મ્યૂલા ભારતની એક્સરલેરેસન અને એન્ડરેન્સ ટેસ્ટ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન
જીટીયુની ટીમે 120 km પ્રતિ કલાકે દોડતી ફોર્મ્યૂલા'એ GTM-20 તૈયાર કરી
કોઇમ્બતૂર, તામિલનાડુ ખાતે યોજાયેલી ફોર્મ્યુલા ભારત મોટરકાર સ્પર્ધામાં જીટીયુની જુદી-જુદી કોલજના ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જીટીયુના વિદ્યાર્થીઓ દ્વારા જીટીએમ-૨૦ કારને ફોર્મ્યુલા ભારત સ્પર્ધામાં ઉતારવામાં આવી હતી. ફોર્મ્યૂલા ભારત સ્પર્ધામાં જીટીયુની ટીમે ભાગ લઈને એક્સલેરેશન અને એન્ડરેન્સ ટેસ્ટ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન જ્યારે સમગ્ર ભારતમાં તૃતિય સ્થાન હાંસલ કર્યું છે. સ્ટુડન્ટની 'ફોર્મ્યુલા' ટીમની શરૃઆત ૨૦૧૪માં થિ હતી જેમાં વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી અને ટેકનિકલ પ્રવૃત્તિને પ્રોસ્તાહન આપવા માટે જીટીયુ સંલગ્ન જુદી-જુદી કોલેજના વિદ્યાર્થીઓની ટીમ બનાવવામાં આવી છે.
ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે 110 ડેસીબલથી ઓછો અવાજ કરતા એન્જિનનો ઉપયોગ કરાયો
જીટીએમ કારને બનાવવામાં અંદાજે ૧૫ થી ૧૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે તેઓ પોતાના તમામ પ્રયોગ કરી શકે તે માટે ૨૪ કલાક માટે ગ્રાઉન્ડ અને રિસર્ચ લેબ ફોર્મ્યૂલા ટીમ માટે ખુલ્લી રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ વર્ષે ફોર્મ્યુલા -વન જેવી રેસર કાર બનાવી છે જેનું નામ જીટીએમ-૨૦ રાખવામાં આવ્યું છે. આ કાર ૧૨૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હોવાથી ડ્રાઇવરની સલામતીને પણ સંપૂર્ણ ધ્યાનમાં રાખીને ૬ જગ્યાએ સીટબેલ્ટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એક્સિડન્ટ થાય તો તેની પૂર્વ તૈયારી રૃપે સેફ્ટી ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. ધ્વનિ પ્રદૂષણ ના થાય તેનું ધ્યાન રાખતા ૧૧૦ ડેસીબલથી ઓછો અવાજ કરતા એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.