Get The App

સારી સ્ટોરી હોવા છતા ઘણા લોકો કાસ્ટીંગમાં માર ખાઈ જાય છે

Updated: Jun 22nd, 2019

GS TEAM

Google News
Google News
સારી સ્ટોરી હોવા છતા ઘણા લોકો કાસ્ટીંગમાં માર ખાઈ જાય છે 1 - image


સામાજિક અને સંવેદનશીલ મુદ્દાઓને લગતી ફિલ્મસ, શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી પ્રમાણમાં ઓછી બની રહી છે. ત્યારે એવા યંગસ્ટર્સ કે જે આ મુદ્દા પર કામ કરવા ઇચ્છતા હોય તે માટે અમેરિકન કોર્નર દ્વારા ફિલ્મ મેકિંગ વર્કશોપ' બી ધ વોઇસ'નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફિલ્મ મેકિંગમાં રસ ધરાવતા યુવાઓને મોટીવેટ કરી સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્કશોપમાં યુએસના કોન્સલ જનરલ એવા એડ્ગાર્ડ કેગાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ફિલ્મ મેકિંગના અલગ અલગ પાસાઓ વિશે જણાવવા એક્સપર્ટની ટોક પણ યોજાઇ હતી જેમાં યુએસના ડોક્યુમેન્ટ્રી મેકર ટિમોથી વોલ્ફે શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરી શકાય તે અંગે વાત કરી આ સાથે જુલી શાહે સ્ક્રિપ્ટ રાઇટીંગ, મનિષા શર્માએ કાસ્ટીંગ અને ધારા શાહે પોસ્ટ પ્રોડક્શન વિશે  રસપ્રદ વાતો કરી.

ડોક્યુમેન્ટ્રી માટે ઘરમાંથી જ વિષય મળી શકે 

સામાજિક મુદ્દા પર વાત કરવી હોય ત્યારે ઓડિયન્સ સમજી શકે તેવી પરફેક્ટ સ્પીચ હોવી જરૃરી છે. શરૃઆતથી ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવા માટે દૂર ટ્રાવેલીંગ કે મોટા કેમેરાની જરૃર નથી. તમારા સ્માર્ટ ફોનનો ઇપયોગ કરીને તમે તમારા ઘરમાંથી ડોક્યુમેન્ટ્રી માટેના વિષયો શોધી શકો છો. કોઇ તમને આ કામ માટે તક આપે તેની રાહ જોયા કરતા જાતે તક ઊભી કરો. સૂતા અને જાગતા તમે નવા નવા કેરેક્ટર્સ વિચારી શકો છો. તમે તમારી નાનકડી વાર્તાને ફિલ્મફેસ્ટિવલમાં મુકો જેનાથી લોકો જાગૃત થાય, ભલે રિજેક્ટ થાય પરંતુ ત્યાથી જ તમને નવો વિચાર આવશે.- ટિમોથી વોલ્ફે, ડોક્યુમેન્ટ્રી મેકર, યુએસ

સીનને સ્ટોરીમાં કેવી રીતે મુકવો તે એક કળા છે

કોઇ પણ વ્યક્તિ કે વસ્તુના ઓબ્ઝર્વેશન બાદ જ તમે તેને ખરો ન્યાય આપી શકો અને સીન તૈયાર કરી શકો. આ સીનને સ્ટોરીમાં તમે કેવી રીતે મુકો છો તે એક કળા છે. ફોન્ટ, સાઇઝ, મારજીન અને સ્ક્રીપ્ટનું જ્ઞાાન હોવુ જોઇએ અને છેલ્લે વાર્તાને ઘરેણાં પહેરાવવાની વાત એટલે એડીટીંગ.- જુલી શાહ, પ્રોફેસર અને ક્રેએટીવ રાઇટર

કોઇ પણ વાર્તાનુ મૂળ સુત્રધાર તેનુ કેરેક્ટર છે

કોઇ પણ ડોક્યુમેન્ટ્રી માટે તમારે કોને કાસ્ટ કરવા તેનો ખ્યાલ ન હોય તો વાર્તા ફેલ થાય. કોઇ પણ વાર્તાનું મૂળ સૂત્રધાર તેનુ કેરેક્ટર હોય છે. સારી સ્ટોરી હોવા છતા ઘણા લોકો કાસ્ટીંગમાં માર ખાઇ જતા હોય છે. આના માટે જેન્ટ્સ હોય કે લેડીસ તેણે ચાની કિટલી, રેલ્વે સ્ટેશન જેવી જગ્યાઓ પર ૩-૪ કલાક બેસી દરેક કેરેક્ટરને ઓબ્ઝર્વ કરવા જોઇએ અને ઓડિયન્સના દિમાગમાં છપાઇ જાય તેવા કેરેક્ટર તૈયાર કરવા જોઇએ.-  મનિષા શર્મા, ફિલ્મ મેકર


Tags :