અમદાવાદ અને ઇરાનના શહેરોના કલ્ચરમાં ઘણી સામ્યતા રહેલી છે
'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વોલેન્ટિયર- 2019'માં અમદાવાદનું હેરિટેજ અને અહીંના શ્રીમંત વારસા પર સ્ટડી કરવા આવેલી ઇરાનની અલીરેઝાએ કહ્યું,
યુનેસ્કો દ્વારા અમદાવાદમાં 'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વોલેન્ટિયર- ૨૦૧૯'ની શરૃઆત થઇ છે. આ કાર્યક્રમ ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એલિગ્ઝર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં ભારત, ઇરાન, ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને કતારના ડેલિગેટ્સ આવ્યા છે અને તેઓ દસ દિવસ દરમિયાન અમદાવાદની ધરોહર અને શ્રીમંત કલ્ચર પર સ્ટડી કરી તેને સમજવાનો પ્રયત્ન કરશે. અત્યાર સુધી આ ડેલિગેટ્સે શહેરની હેરિટેજ જગ્યાઓનું મુલાકાત લઇને તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે.
બ્લેક સ્ટોનનું આર્કિટેક્ચર માત્ર અહીં જ
મેં ઘણા શહેરોની મુલાકાત લીધી છે. મોટાભાગે દરેકના ઘરોનો દેખાવ સરખો હોય છે. જ્યારે અમદાવાદમાં વાત કંઇક અલગ છે. અહીંના ઘરોમાં બ્લેક સ્ટોનનું આર્કિટેક્ચર છે તેવું અન્ય કોઇ શહેરમાં જોવા નથી મળ્યું. અહીંના ઘરોમાં થયેલી લાકડાની કોતરણી અદ્ભુત છે. હું વૉકમાં જેમ જેમ આગળ વધતી ગઇ તેમ મે નોટીસ કર્યું કે અહીના દરેક ઘરનો દેખાવ અને દરેકની વાર્તા અલગ છે. - ડૉ. ચિત્રલેખા, બાંગ્લાદેશ
ઈરાનમાં હેરિટેજ વૉક જેવો કોન્સેપ્ટ નથી
હેરિટેજ વૉકમાં અમે જોયું કે અહીં દરેક ધર્મને સરખો ન્યાય અપાય છે. અહીં હેરિટેજના માધ્યમથી અમને વિવિધ ધર્મો વિશેની રસપ્રદ જાણકારી પણ મળી. અમારા શહેરમાં પણ હેરીટેજ મોન્યુમેન્ટ્સ અને કલ્ચર છે પણ ત્યા હેરીટેજ વૉક જેવો કોઇ કોન્સેપ્ટ નથી. અહીની હેરીટેજ વૉક જોયા પછી હવે ત્યા પણ હેરીટેજ વૉકનું ચલણ ચાલું કરીશું. - શુભલક્ષ્મી, પૌંડીચેરી
અમદાવાદની સ્ટ્રીટ લાઇફ અને ફેમિલી વેલ્યુ સૌથી આકર્ષક લાગી
્અમદાવાદ અને ઇરાનના શહેરોમાં ઘણી સમાનતા રહેલી છે. મેં જોયું કે અહીં કસ્ટમર જ્યારે ખરીદી કરી દુકાન બહાર જાય છે ત્યારે તેને થેન્ક્યુ, આવજો કહેવાનો રિવાજ છે ઇરાનમાં પણ આ સિસ્ટમ છે. અહીંના લોકોના અને ઇરાનના લોકોના હાવભાવ એક સરખા છે અને આ બન્નેના આર્કિટેક્ચરમાં પણ ઘણી સામ્યતા છે. અહીંના લોકો ખૂબ પ્રેમાળ છે.અહીના કોઇ રસ્તા સુમસામ નથી. આ શહેરની સ્ટ્રીટ લાઇફ અને ફેમિલી વેલ્યુ સૌથી આકર્ષક લાગી.- અલીરેઝા, ઇરાન