ભારતના પ્રાચીન પુરાતાત્વિક પ્રમાણ પ્રાકૃત ભાષામાં છે
પ્રાકૃત અને પાલી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'જૈન પ્રોસોપોગ્રાફી' વિષય પર વર્કશોપ
પ્રાકૃત અને પાલી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'જૈન પ્રોસોપોગ્રાફી' વિષય પર વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં યુ.કે. લંડનના પ્રો.પીટર ફ્લુઝેલ મુખ્ય વકતા તરીકે હાજર રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, પ્રાકૃત ભાષામાં છઠ્ઠા સૈકામાં સાહિત્ય લખવાનું શરૃ થયું હતું. મગધ દેશના બુદ્ધ અને મહાવીર સ્વામીએ પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો હતો. આજના સમયમાં પ્રાકૃત ભાષાનું મહત્વ વધી રહ્યું છે જે સારી વાત છે. તેમજ પ્રાકૃત-પાલી ડિપાર્ટમેન્ટના હેડ સલોની જોશીએ કહ્યું કે, રામાયણમાં હનુમાનજી અને સીતાજી વચ્ચેનો સંવાદ પણ પ્રાકૃત ભાષામાં થયો હતો. પ્રાકૃત ડિપા.ના પ્રો. દીનાનાથ શર્માએ કહ્યું કે, હસ્તપ્રતોનું લખાણ અને તેની જાળવણી ખૂબ જરૃરી છે કેમ કે ઘણાં વર્ષોથી લખાયેલા આવા પ્રાકૃત ભાષાથી અને તેના લેખકથી લોકો પરિચિત નથી. આવા સંજોગોમાં પુષ્પિકાઓના છેલ્લાં પાના પર લેખક ઓળખ માટે પોતાનો પરિચય આપતા હોય છે. ભારત વર્ષનો સૌથી પ્રાચીન પુરાતાત્વિક પ્રમાણ પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થયો હતો.