Get The App

ઘરે બેઠા ટીબીની તપાસ કરી શકાય તેવી 'ફોલોરોસન્ટ ડાઇ' વિકસાવાઇ

50 વર્ષ જૂના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હિતેશ પટેલ અને તેમના રિસર્ચ સ્કોલરે ટીબીના રોગનું નિદાન જાણવાની પેટન્ટ ફાઇલ મળી

Updated: Jul 22nd, 2019

GS TEAM

Google News
Google News
ઘરે બેઠા ટીબીની તપાસ કરી શકાય તેવી 'ફોલોરોસન્ટ ડાઇ' વિકસાવાઇ 1 - image

ઘરે બેઠા ટીબીની તપાસ કરી શકાય તેવી 'ફોલોરોસન્ટ ડાઇ' વિકસાવાઇ 2 - imageઘરે બેઠા ટીબીની તપાસ કરી શકાય તેવી 'ફોલોરોસન્ટ ડાઇ' વિકસાવાઇ 3 - imageહાલમાં સામાન્ય વ્યક્તિ માટે ટીબીના નિદાનની ચકાસણી ખૂબ ખર્ચાળ છે ત્યારે ઓછા ખર્ચમાં વ્યકિતને ટીબીના જીવાણુને સહેલાઇથી અનેે ઝડપથી જાણી શકાય તે હેતુથી ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રોફેસર હિતેશ પટેલ અને તેમના રિસર્ચ સ્કોલર ડૉ. રાજેશ વેકરીયા તથા ડૉ.ધનજી રાજાની દ્વારા તૈયાર કરાયેલી ફોલોરોસન્ટ ફાઇલને પેટન્ટ મળી છે, જેમાં આ ટીમ દ્વારા માઇક્રોકેર, લેબોરેટરી અને ટીબી રિસર્ચ સેન્ટર (આરએનટીસીપી એપ્રુવ) સુરતના સહયોગથી ટીબીના જીવાણુને સહેલાઇથી જાણીને ઝડપથી નિદાન કરીને વ્યકિતને જીવલેણ રોગથી મુક્ત કરી શકવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

આ વિશે વાત કરતાં પ્રો.હિતેશ પટેલે કહ્યું કે, હું અને મારા રિસર્ચ સ્કોલર સાથે મળીને વર્ષ ૨૦૧૪થી કાર્ય શરુ કર્યું હતું અને ત્યારબાદ આ વર્ષે અમને પેટન્ટ માટે ફાઇલ મળી છે. અમારી ટીમ દ્વારા સમાજમાં રહેતા કોઇ વ્યકિતમાં ટીબીના જીવાણુ છે કે નહી તેને શોધવા માટે ફોલોરોસન્ટ ડાઇ(પાવડર) બનાવી છે. ફોલોરોસન્ટ ડાઇ દ્વારા કોઇ વ્યકિતને ટીબી થયો છે કે નહિ તે ખૂબ જ અસરકારક રીતે અને ઝડપથી જાણી શકશે. અમારો મુખ્ય ઉદ્દેશ ટીબી જેવા જીવલેણ રોગના પરિક્ષણ માટેનો ખર્ચ સૌથી ઓછો થાય તે સંદર્ભે આ કામ કર્યું છે અને તેમાં સફળતા પણ મળી છે. તેમજ સમાજના લોકોને વધુ સારી રીતે અને સસ્તી કિંમતમાં નિદાન કરવા માટે લેબોરેટરીમાં બનાવલે કેમિકલ કીટનો પ્રોટોટાઇપ તૈયાર કરી વધુ બે ડિઝાઇન પેટન્ટ દાખલ કરવામાં આવી છે.

૫૦થી ૧૦૦ રૃપિયામાં કીટ તૈયાર થાય અને ઘરે બેસી રહીને તેનું નિદાન કરી શકે તેવો અમારો પ્રયાસ છે

ટીબી માટેની ફોલોરોસન્ટ કીટ ૫૦થી ૧૦૦ રૃપિયામાં તૈયાર થાય અને વ્યક્તિ ઘરે બેસીને તેનું નિદાન કરી શકે તે અમારી પ્રાથમિકતા છે. જેનાથી ઓછા ખર્ચમાં સમાજના લોકોને વધુ ફાયદો થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. 

દર્દીને ટીબી થયો હશે તો રંગ દ્વારા ખબર પડશે

ફોલોરોસન્ટ ડાઇને પાણીમાં નાખતા ઓગળી જાય છે અને ત્યારબાદ દર્દીના ગળફાને ગ્લાસસાઇટથી સેમ્પલમાં મિક્સ કરીને તેમાં ફોલોરોસન્ટનું એક ટીપંુ નાખવામાં આવે છે જેમાં દર્દીને ટીબીના લક્ષણ હશે તો કલર આપશે અને ટીબી ન હોય તો તેને કલર આપતું નથી.  

Tags :