1958માં ગુજરાત સમાચાર દ્વારા પ્રકાશિત 'ટારઝન કિશોરી' પરના રિસર્ચ પેપરને સ્વીડનમાં બાળસાહિત્યની કોંગ્રેસમાં રજૂ કરાશે
ગુજરાત સમાચારના હરિશ નાયક દ્વારા લખાયેલી ટારઝન કિશોરી વાર્તા પર ડૉ. પ્રો.દિતિ વ્યાસે રિસર્ચ પેપર તૈયાર કર્યું છે જેને બાળસાહિત્ય કોંગ્રેસમાં ૧૮ બ્લાઇન્ડ રિવ્યૂ બાદ પસંદગી કરાઇ છે
ઝગમગ પબ્લિકેશન અંતર્ગત ગુજરાત સમાચાર દ્વારા ૧૯૫૮માં પ્રકાશિત કરવામાં આવેલી હરિશ નાયકની 'ટારઝન કિશોરી'ની વાર્તા પર અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના કોમ્યુનિકેશન વિભાગના પ્રો. દીતિ વ્યાસે રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. રિસર્ચ પેપરની રજૂઆત તેઓ સ્વીડનના સ્ટોકહોમમાં ૧૪થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારી બાળસાહિત્ય પરની કોંગ્રેસમાં કરશે. બાળસાહિત્ય કોંગ્રેસનનું આયોજન ઇન્ટરનેશનલ રિસર્ચ સોસાયટી ફોર ચિલ્ડ્રનસ લિટરેચર થીમ 'સાયલન્સ એન્ડ સાઇલેન્સિગ ઇન ચિલ્ડ્રનસ લિટરેચર' રાખવામાં આવી છે. જેમાં વિશ્વભરના ૪૦૦થી વધુ લોકો બાળ સાહિત્ય પરના રિસર્ચ પેપર રજૂ કરશે. સ્ટોકહોમમાં યોજાનારી કોંગ્રેસમાં ભારત તરફથી ગુજરાતી બાળ સાહિત્ય વિષય પર રજૂ થનારી આ એક માત્ર વાર્તા છે. બાળ સાહિત્ય કોંગ્રેસમાં રિસર્ચ પેપરને ૧૮ બ્લાઇન્ડ રીવ્યૂ બાદ સિલેક્ટ કરવામાં આવે છે.
ફિમેલ લીડ કેરેક્ટરની વાત ગુજરાતી સાહિત્યમાં 1958થી છે
ભારતમાં ફિમેલને લીડ કેરેક્ટર તરીકે દર્શાવતી પહેલી બુક 'સુજાતા એન્ડ વાઇલ્ડ એલિફન્ટ'ને ગણવામાં આવે છે, જે ૧૯૬૫માં પબ્લિશ કરાઇ હતી. પરંતુ 'ટારઝન કિશોરી'માં ફિમેલ લીડ કેરેક્ટરની વાત ૧૯૫૮થી જોવા મળે છે. પરંતુ કેટલાક કારણોસર હરિશ નાયકની આ સફળ વાર્તાને રીપબ્લિશ કરવામાં ન આવી અને ઇતિહાસમાં પણ વાર્તા વિશેની માહિતી જોવા મળતી નથી. તેથી 'સુજાતા એન્ડ વ્હાઇટ એલિફન્ટ'ને લોકો પહેલી ફિમેલ લીડ કેરેક્ટર આપનારા પુસ્તક તરીકે ઓળખે છે. - ડૉ. દિતિ વ્યાસ
'ટારઝન કિશોરી' વાર્તા શા માટે લોકો ભૂલ્યાં તેના કારણો રજૂ કરશે
રિસર્ચ પેપરમાં ડૉ. દીતિ વ્યાસે 'ટારઝન કિશોરી' વાર્તાની ઓળખ અદ્રશ્ય થવા પાછળના કારણો રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં લેગ્વેજ પોલિટિક્સની વાત પણ દર્શાવવામાં આવી છે. ઉપરાંત કેટલાક કારણોસર 'ટારઝન કિશોરી' વાર્તાનું રીપબ્લિશ શા માટે ન કરવામાં આવ્યું. અને બાળ સાહિત્યમાં ફિમેલ કેરેક્ટરની અવગણના કરવા પાછળના કારણો પણ દર્શાવ્યા છે.
રીજનલ સાહિત્યમાં પણ વૈવિદ્યતા છે
સામાન્ય રીતે રીજનલ સાહિત્યને ટ્રેડિશનલ માનવામાં આવે છે, જેમાં પુરુષ કેરેક્ટરને વધારે પ્રાધાન્ય આપવાની વાતો પણ કરવામાં આવી છે. પરંતુ ૧૯૫૮માં રજૂ થયેલી 'ટારઝન કિશોરી' વાર્તા આ વાતને ખોટી ઠેરવે છે. પરંતુ રીપબ્લિશ ન થવાથી સમાજમાં ખોટી માહિતી પ્રસરી છે. સાહિત્યને ધબકતુ રાખવા માટે તેને લોકો સુધી પહોચાડવું જરૃરી છે.