ફ્રાન્સમાં 1935માં લાગુ કરાયેલા સંવિધાનનો જીવનકાળ 21 દિવસ રહ્યો હતો
જીએનએલયુમાં ડૉ. ટોમ જીન્સબર્ગે 'કોન્સ્ટિટયુટ ફોર્મેશન એન્ડ એન્ડયુરન્સ' પર ટોક આપી
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે ડૉ. ટોમ જીન્સબર્ગનું 'કોન્સ્ટિટયુટ ફોર્મેશન એન્ડ એન્ડયુરન્સ' પર લેક્ચર યોજાયું હતું. લેક્ચરમાં ડૉ. ટોમ જીન્સબર્ગે ૨૨૦ દેશના ૯૦૦ સંવિધાનો પર તુલનાત્મક અભ્યાસ તૈયાર કર્યો છે.
તેમણે વાતચીત દરમિયાન કહ્યું કે, સંવિધાનને ટકાવી રાખવા માટે તેમા બદલાવની જોગવાઇ હોવા ઉપરાંત બંધારણની લંબાઇ અને કાયદાઓનું સ્પષ્ટીકરણ પણ જરૃરી છે અને નાના નિયમોનો સમાવેશ થઇ શકવો જોઇએ. આ ત્રણ વાત બંધારણને ટકાવી રાખવાના મુખ્ય પરિબળો છે.
ભારતનું બંધારણ આ ત્રણેય પરિબળોથી યુક્ત છે.ભારતીય બંધારણમાં ફેરફાર કરવા શક્ય છે, ૭૦ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૩ જેટલા સુધારા કરવામાં આવ્યા છે, સમીક્ષા માટે સ્વતંત્ર ન્યાયતંત્ર છે. ઉપરાંત ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
અમેરિકાનું સંવિધાન 230 વર્ષથી ચાલે છે
વિશ્વના દેશોના કેટલાક બંધારણો એવા છે, જે ખૂબ લાંબા સમયથી અત્યાર સુધી ચાલે છે. જ્યારે ઘણા એવા બંધારણ છે જે ખૂબ ઓછા સમય માટે અસ્તિત્વમાં રહ્યાં છે. અમેરિકાનું બંધારણ છેલ્લા ૨૩૦ વર્ષોથી ચાલનારૃ સૌથી જૂનું સંવિધાન છે ત્યારબાદ નોર્વે અને નેધરલેન્ડ જેવા દેશોનો જૂના સંવિધાનમાં સમાવેશ થાય છે. આ સંવિધાનોમાં સુધારા થયા છે, પરંતુ વર્ષોથી આજ સુધી સંવિધાનના મૂળમાં બદલાવો થયા નથી.
ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ૧૫ સંવિધાનો લાગુ થયા છે
ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ૧૫ સંવિધાનો લાગુ કરાયા છે, હાલમાં ચાલી રહેલું સંવિધાન ૧૯૫૮માં અસ્તિત્વમાં આવ્યું છે. ૧૯૩૫માં અસ્તિત્વમાં આવેલું 'એકિટ એડિનેલ' સંવિધાન ફ્રાન્સમાં માત્ર ૨૧ દિવસ સુધી અસ્તિત્વમાં રહ્યું હતું. ફ્રાન્સમાં સરેરાશ દર ૧૨ વર્ષે સંવિધાન બદલવામાં આવે છે. ફ્રાન્સના સંવિધાનો પર વૈશ્વિક લેવલે ઘણા ટચુકાઓ પણ બન્યા છે.
900 સંવિધાનોના 2500 સુધારા પર ડેટાબેઝ તૈયાર થયો
ડૉ. ટોમ જીન્સબર્ગે ૯૦૦ સંવિધાનોના ૨૫૦૦ અમેન્ડમેન્ટ અને ૬૬૮ પ્રશ્રોના આધારે ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેમાં તેઓએ કાશ્મીર અને બ્રેક્સિટ જેવા મુદ્દાઓ વિશે પર વિશ્લેષણ તૈયાર કર્યું છે. કોન્સ્ટિટયૂટશન પર તૈયાર કરાયેલા ડેટાબેઝથી દેશની આર્થિક પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજી શકાય છે.