વનસ્પતિમાંથી ઓછા ખર્ચે નવી દવાઓનું પ્રોડક્શન કરવું જોઇએ '
'સૌના માટે સલામત અને અસરકારક ઔષધો' પર ટૉક
એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની થીમ 'સૌના માટે સલામત અને અસરકારક ઔષધો' વિષય પર ટૉક યોજાઇ હતી. આ વિશે વાત કરતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ.મેહુલ શેલતે કહ્યું કે, સ્વાસ્થ્યના વિષયમાં સક્રિય તમામ વ્યાવસાયિકોએ એકબીજાનું અને મેડિસિનનું સન્માન કરવું જોઇએ. તેમજ ફાર્માસિસ્ટે તૈયાર કરેલા સલામત અને અસરકારક દવાઓનંુ સારવારમાં પરિવર્તન થવું જોઇએ. સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય સુધારણાના વિષયમા ફાર્માસિસ્ટનું યોગદાન ઘણું છે. તેમજ ડેય્પુટી ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયનના ડૉ. અરવિંદ કુકરેતીએ કહ્યું કે, ઉત્તમ ગુણવત્તા અને કિફાયતી કિંમતના લીધે ભારતે વિશ્વની ફાર્મસીમાં સ્થાન મેળવ્યું છે. ફાર્મસી વ્યાવસાયિકોએ પોતાના જ્ઞાાન અને સેવાઓથી આ દવા માનવી સુધી પહોંચાડવી ખૂબ જરૃરી છે. વ્યક્તિના સલામત જીવનમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ઔષધનું ઘણું જ મહત્વ છે. આપણી આસપાસથી મળતી વિવિધ વનસ્પતિમાંથી ઓછા ખર્ચે નવી દવાઓનું પ્રોડક્શન કરીને બજારમાં લાવવી જોઇએ.