GUના સોશિયોલોજીના સ્ટુડન્ટસ માટે અમદાવાદના હેરિટેજ પર 'સંસ્કૃતિ અને સમાજ'નો નવો સબ્જેક્ટ ડિઝાઇન કરાયો
સ્ટુડન્ટસ હેરિટેજ પ્લેસની મુલાકાત લઇને અભ્યાસ કરી શકશે
ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી દ્વારા નવા શૈક્ષણિક વર્ષના સત્રથી સેમેસ્ટર-૩માં સ્ટડી કરતા સ્ટુડન્ટસ માટે 'સંસ્કૃતિ અને સમાજ' નામનો નવો સબ્જેક્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ સબ્જેક્ટ અંતર્ગત સ્ટુડન્ટસ શહેરના હેરિટજ સ્થળો પર રૃબરૃ મુલાકાતે લઇ જઇને સંસ્કૃતિ અને સમાજ વિશે માહિતી અપાશે. આ અંગે વાત સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રો. ગૌરાંગ જાનીએ કહ્યું કે, સમાજ અને સંસ્કૃતિ વ્યકિતના ઘડતરમાં મોટો ભાગ ભજવે છે. સ્ટુડન્ટસને હેરિટેજ વિસ્તારોનું વધુ જ્ઞાાન મળે તે માટે સંસ્કૃતિ અને સમાજ વિષયનું જ્ઞાાન સ્થળ પર જઇને આપવાનું નક્કી કરાયું છે, જેમાં ૫૦થી વધારે સ્ટુડન્ટ સાથે પ્રથમ મુલાકાત શહેરના માણેકચોક ખાતે કરવામાં આવી હતી અને તેના રસપ્રદ ઇતિહાસની માહિતી સ્ટુડન્ટસને આપવામાં આવી હતી.
માણેકચોક ૨૦૦ વર્ષથી વેપારધંધા માટેનું માર્કેટ
માણેકચોકએ ૨૦૦ વર્ષથી વેપારધંધા માટેનું માર્કેટ રહ્યું છે અહીંયા દરેક ધર્મના લોકોની દુકાનો છે જ્યાં ઘણા લોકોને રોજગારી મળી રહે છે. માણેકચોક ખાણી-પીણી બજાર તરીકે જાણીતું અને ઘણું જૂનું છે. તેમજ માણેકચોકમાં ઐતિહાસિક એવો રાણીનો હજીરો, બાદશાહનો હજીરો અને ૪૦૦ વર્ષ જૂની ઇમારતો આવેલી છે. આ ચોકમાં સામાન્ય વ્યક્તિથી લઇને અમીર લોકો પણ ખરીદીનો આનંદ અનુભવતા હોય છે અને ત્યાં પરંપરાગત સંસ્કૃતિની સાથે કોમી એકતાનો ભાવ જોઇ શકાય છે.- વિરેન્દ્ર ઝાલા, સ્ટુડન્ટ