કમ્પ્યૂટરનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓ વિડિયો લેકચર્સ તૈયાર કરશે
વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જીસીઈઆરટીના સહકારથી ગુજરાત રાજ્યને સંપૂર્ણપણે ડિજિટલ સાક્ષર બનાવવા માટે પહેલ કરી છે. અને તેમના આ કામને આગળ ધપાવવા માટે તે કમ્પ્યૂટરનું સંપૂર્ણ જ્ઞાાન આપતા વિડિયો લેકચર્સ તૈયાર કરી રહ્યા છે. આ લેક્ચર્સનું પ્રસાપણ ગુજરાત રાજ્યની ૨૦,૦૦૦ કરતા વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિશિષ્ટ ચેનલ પર થશે. દરેક લેવલની વ્યક્તિ સમજી શકે તેવી રીતે આ અભ્યાસક્રમની યોજના ઘડવામાં આવી છે.
અત્યાર સુધીમાં ૫૦૦૦ બાળકોને ડિજિટલ સાક્ષર કર્યા. વિદ્યાર્થીઓનું આ અભિયાન છેલ્લા બે વર્ષથી ચાલે છે. વિદ્યાર્થીઓ વિવિધ શાળા, ઝૂંપડપટ્ટી તથા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જઈને બાળકોને ડિજિટલ સાક્ષર કરવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ બાળકોને આ રીતે સમજ આપવામાં આવી છે.