FOLLOW US

બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું સ્ટડી મેનેજમેન્ટ સાથે હેલ્થ મેનેજમેન્ટ

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છેલ્લાં બે મહિનાથી જંકફૂડથી દૂર રહે છે

Updated: Mar 9th, 2023

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સામાન્ય રીતે વધારે ઊંઘ, માનસિક અશાંતિ, બેચેની જેવા પ્રશ્રો સર્જાતા હોય છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાને લઇને બોડી મેન્ટેઈન રહે અને શરીરને જેટલી કેલરી જોઇએ તેટલી મળી જાય તે માટે ફ્રૂટ-ડ્રાયફ્રૂટ, એનર્જી ડ્રીંકના ડાયટ પર વધારે ફોકસ કરી રહ્યા છે અને છેલ્લાં બે મહિનાથી વધારે સમયથી જંકફૂડ કે બહાર જમવાથી દૂર રહે છે જેથી પરીક્ષા સમયે તબીયત ન બગડે અને પરીક્ષાની તૈયારી પર પણ અસર ન થાય.

સારી તૈયારી થઈ શકે અને પરીક્ષા સમયે તબીયત ન બગડે તે માટે ડાયટ પર વધુ ફોકસ

હળવો ખોરાક અને પાણી વધારે પીવું છું

બે કલાકના સમય પછી વાંચનમાં થોડો બ્રેક લવ છું. પરીક્ષાની તૈયારીને લઇને વધારે ઊંઘ ન આવે તે માટે રૃટિન ડાયટ ફોલો કરું છું. જમવામાં ખાસ કરીને હળવો ખોરાક તે પણ ભૂખથી ઓછો ખાઉં છું. પરીક્ષાને લઇને ઘણાં સમયથી બહારના કોઇપણ જંકફૂડ ખાવાનું બંધ કર્યું છે. હળવા ખોરાકની સાથે વધારે પાણી પીવાનું પસંદ કરું છું. બપોરે અને રાત્રિના સમયે ઓછું જમીને વધારે સમય વાંચન કરું છું.    -વેદ ભાવસાર



રાત્રિના સમયે મમરા અને સાદું એનર્જી ડ્રીંક્સ લઉં છું

બોર્ડની પરીક્ષાની તૈયારીને લઇને ઘરે બનાવેલો લાઇટ ખોરાક અને ફ્રૂટ ખાઉં છું. પરીક્ષાની સાથે વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે માત્ર ઘરે બનાવેલ લાઇટ નાસ્તો બિમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. રાત્રિના સમયે ઝડપથી ઊંઘ આવે નહીં તે માટે મમરા અને લીંબુ શરબત પીવાનું વધારે પસંદ કરું છું. પેટ ભરીને નહીં પણ થોડું ઓછી જમીને વધારે સમય પરીક્ષાની તૈયારી કરું છું. - શિવ પંડયા


પરીક્ષા માટે બે મહિનાથી ડાયટ શિડયુલ બનાવ્યું 

પરીક્ષાને લઇને ઘણાં સમયથી હું વહેલી સવારે વાંચવાનું પસંદ કરું છું. વહેલી સવારે ઊઠીને વાંચવાથી ઘણો ફાયદો થયો છે. બોર્ડની પરીક્ષાને લઇને બે મહિનાથી ડાયટ શિડયુલ બનાવું છે અને તે મુજબ ફોલો કરું છું. નિયમિત જમતો હતો તેનાથી ઘણું ઓછું જમું છું અને તે ઉપરાંત ડ્રાયફ્રૂટ પર વધારે ફોકસ કરું છું. ડાયટને લઇને પરીક્ષાની સારી તૈયારી થઇ રહી છે અને કોન્ફિડન્સ પણ વધ્યો છે.  -આયુષ પટેલ


ડાયટ ફોલોથી પ્રોડક્ટિવિટીમાં વધારો થયો છે

સવારે વાંચવાની શરૂઆત કરું ત્યારથી ડાયટ ફોલો કરું છું. ભારે ખોરાકથી ઊંઘ આવે છે અને વાંચવાનો કંટાળો આવે છે. હાલની સિઝનમાં મળતા ફ્રૂટનો જ્યુસ વધારે પીવું છું જેનાથી હ્મુમિનિટી જળવાઇ રહે છે. બપોર અને સાંજના જમવાનો બદલે માત્ર ચા-નાસ્તો કરું છું. ડાયટ ફોલોથી 8 કલાક વાંચવાથી પ્રોડક્ટિવિટીમાં ઘણો વધારો જોવા મળે છે. ડિસેમ્બરથી ડાયટ ફોલો કરી રહ્યો છું.   -શાશ્વત દેસાઇ


ડાયટથી સળંગ ત્રણ કલાક સુધી વાંચન થઈ શકે છે

પરીક્ષાને લઇને હું ઘરે બનાવેલ ફૂડ પ્રિફર કરું છું. વહેલી સવારે વાંચન કરવાની શરૃઆત કરું ત્યારે સળંગ ત્રણ કલાક વાંચન કરવામાં ડાયટ ફોલો મહત્વનું બની રહે છે. હાલના સમયમાં પરીક્ષાને લઇને પુનરાવર્તન અને પેપર સોલ્યુશન કરું છું. પરીક્ષાના થોડા દિવસ બાકી છે ત્યારે બિમારી ના પડી માટે બહારનું ફૂડ જમતી નથી. ઊંઘ ઓછી આવે તે માટે વિવિધ ડ્રાયફ્રૂડ લેવાનું વધારે પસંદ કરું છું.  - દિયા પટેલ


પરીક્ષાના સમયે હેલ્થ મેન્ટેઈન હોય તે ખૂબ જરૂરી

પરીક્ષાની તૈયારી ચાલી રહી છે ત્યારે જમવા પર હું ખાસ ધ્યાન આપું છું. દરેક વિષયની એનસીઇઆરટી બૂક્સનું વાંચન કરું છું સાથે ઊંઘ ઓછી આવે તે માટે હેલ્ધીફૂડ ખાઉં છું. સવારે માત્ર હળવો નાસ્તો અને સાંજે હળવો ખોરાક લવ છું. પરીક્ષામાં હેલ્થને કોઇ નુકસાન ન થાય તે રીતે સમયાંતરે ધ્યાન રાખીને ગરમ પાણી, લીંબુ શરબત પીવું છું અને મારી હેલ્થ મેન્ટેન રહે તે માટે ખાસ પ્રાણાયમ અને યોગ કરું છું. -ફ્રેની પટેલ

 

 

Gujarat
Magazines