ગાંધીનગરના 15 સ્ટુડન્ટે 29 વૉચમેનને અંગ્રેજી શીખવ્યું
IITમાં બહારથી આવતા સ્ટુડન્ટસ સાથે કોમ્યુનિકેશનમાં મુશ્કેલી ન સર્જાય માટે
આઈઆઈટી ગાંધીનગરમાં દર વર્ષે એન્યુઅલ ટેક સમિટ અમાલ્થિયાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે દેશની વિવિધ કોલેજોના સ્ટુડન્ટસ આવતા હોય છે. સાથે આઈઆઈટીમાં પણ દર વર્ષે અભ્યાસ માટે બહારના રાજ્યોના સ્ટુડન્ટસ આવતા હોય છે. ઘણી વખત આઈઆઈટી કેમ્પસમાં આવતા સ્ટુડન્ટસ જો માત્ર અંગ્રેજી ભાષા જાણતા હોય ત્યારે વૉચમેન સાથેના કોમ્યુનિકેશનમાં મુશ્કેલી આવતી હોય છે. જેના કારણે સ્ટુડન્ટસને પોતાના કાર્ય સ્થળ સુધી પહોંચવામાં પણ અડચણો આવે છે. જેને ધ્યાનમાં રાખીને અમાલ્થિયા ૨૦૧૯ અને નીવમાં કાર્ય કરતા વોલિયેન્ટર સ્ટુડન્ટસે આઈઆઈટીના ૨૯ જેટલા વૉચમેનને અંગ્રેજી શીખવ્યું છે. સ્ટુડન્ટસ વોલિયેન્ટરે ૨૯ વૉચમેનને બેઝિક અંગ્રેેજીના શબ્દો અને વાક્યો બનાવતા શીખવ્યા ઉપરાંત ન સમજાય તેવા શબ્દોને ગૂગલ ટ્રાન્સલેટ કરતાં શીખવ્યું છે.
વાતચીતના સામાન્ય શબ્દો શીખવ્યા
અમાલ્થિયા ૨૦૧૯ અને નીવના વોલિયેન્ટર દ્વારા વૉચમેન માટે અંગ્રેજીના ક્લાસની શરૃઆત ચાર અઠવાડીયા પહેલા કરાઇ હતી. શરૃઆતમાં ક્લાસમાં ઓછા વૉચમેન જોવા મળતા હતા. પરંતુ નવુ જાણવા અને શીખવાની ધગસના કારણે વૉચમેનની સંખ્યા ૨૯ સુધી પહોંચી હતી. ક્લાસમાં વૉચમેનને સામાન્ય વાતચીતમાં ઉપયોગ શબ્દો શીખવવામાં આવ્યા હતા.
હવે સ્ટુડન્ટસને સારી રીતે ગાઇડ કરી શકીશું
સાઉથ ઇન્ડિયન સ્ટુડન્ટસ જ્યારે આઈઆઈટીમાં આવે છે, ત્યારે તેમની સાથે વાતચીત કરવામાં મુશ્કેલી સર્જાય છે. જેના કારણે અમે સ્ટુડન્ટસને સારી રીતે ગાઇડ કરી શકતા નહોતા. પરંતુ ક્લાસમાં જોડાયા બાદ હલે અમને અંગ્રેજીની સામાન્ય સમજ આવી છે. ઉપરાંત ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ પણ કરતા શીખ્યા છીએ. તેથી બહારના સ્ટુડન્ટસને સારી રીતે ગાઇડ કરી શકીએ છીએ. - ઇન્દ્રજીત સ્વામી, વૉચમેન
૧૯ અને ૨૦મી ઓક્ટેબરે એન્યુઅલ ટેકનિક સમિટ અમાલ્થિયા ૨૦૧૯ યોજાશે
અમાલ્થિયા એન્યુઅલ ટેકનિક સમિટનું આયોજન આગામી ૧૯ અને ૨૦મી ઓક્ટોબર કરાયું છે. અમાલ્થિયા ૨૦૧૯માં ક્યુબિંગ કોમ્પિટિશન, ડિકોડિંગ, ડ્રિફ્ટ, ઇલેક્ટ્રોનિયા અને રોબોક્વેસ્ટ જેવી કોમ્પિટિશન યોજાશે. અમાલ્થિયામાં ટેક એક્સપોમાં ટેકનોલોજીકલ ડિવાઇસનું એક્ઝિબિશન પણ યોજાશે. ઉપરાંતે ટેકનોલોજીકલ સિમ્પોઝિયમ પણ યોજાશે.