અર્થતંત્રના વિકાસ માટે સ્કૂલ લેવલથી જ વિદ્યાર્થીઓને સ્કિલ શિખવાડવી જોઈએ
IIM-Aમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના પ્રોફેસર એરિક હનુશેકનું સ્કૂલ ક્વોલિટી વિશે વકતવ્ય
આઈઆઈએમ અમદાવાદ ખાત ઈકોનોમિક વેલ્યુ ઓફ સ્કૂલ ક્વોલિટી વિષય પર વકતવ્ય આપવા આવેલા અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના પ્રોફેસર એરિક હનુશેકે જણાવ્યું કે અર્થતંત્રના વિકાસ માટે સ્કૂલ લેવલથી જ વિદ્યાર્થીઓના સ્કીલ શિખવાડવી જોઈએ. મોટા ભાગના વિકસિત દેશોએ યુનિવર્સલ બેઝિક સ્કિલ્સ અને નોલેજ કેપિટલ પર ધ્યાન આપ્યુ છે.
આઈઆઈએમ અમદાવાદ ખાતે આવેલા પ્રોફેસર એરિક એજ્યુકેશન ઈકોનોમિક્સ એટલે કે શૈક્ષણિક અર્થતંત્રના નિષ્ણાંત છે અને તેઓએ અલ્પવિકસિત, વિકસતા, વિકસીત અને અતિવિકસિત દેશોમાં સ્કુૂલ એજ્યુકેશન તથા સ્કીલ્સ અને ડેવલપમેન્ટ ગ્રોથ પર ઘણું સંશોધન કર્યુ છે. જેઓએ જણાવ્યું કે અર્થતંત્રના સ્થિર વિકાસ માટે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી મહત્વની છે. જે દેશમાં સ્કૂલ શિક્ષણ પર વધુ મહત્વ અપાતુ હોય તે દેશનો સ્થિર વિકાસ સારી રીતે થઈ શકે. દરેક દેશે નોલેજ કેપિટલ અને હ્યુમન મેઝરમેન્ટ કરવા સાથે સ્કૂલોમાં કેટલાક બાળકો અભ્યાસ કરે છે તેઓમાં કયા કયા પ્રકારની સ્કિલ વિકસિત થઈ શકે તે બાબતો પર ધ્યાન આપવુ જોઈએ. સ્કૂલ લેવલથી જ બાળકોને સ્કીલ શિખવાડવી જોઈએ. જાપાન અને કોરિયા જેવા દેશોએ યુનિવર્સલ બેઝિક સ્કિલ્સ પર ધ્યાન આપ્યુ છે અને આજે વિકસિત દેશોમાં તેઓ છે. ભારત જેવા વિકસતા દેશોમાં સ્કૂલ-સ્કીલ એજ્યુકેશન પર ધ્યાન આપવાની જરૃર છે.
ભારતમાં કેટલાક પોલીસી મુદ્દાઓમા રાઈટ ટુ એજ્યુકેશન તેમજ ઇકોનોમિક ઈન્સ્ટિટયુટ ઈફેક્ટ, નોલેજ કેપિટલ જેવા મહત્વના મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૃર છે. ભારતમાં બેઝિક લીટરસી અને ન્યુમરસીનું નીચુ લેવલ છે.જ્યારે ધો.૮ના એક તૃત્યાંશ બાળકો બીજા ધોરણના વાક્યો પણ નથી વાંચી શકતા.દરેક વિકસતા દેશોએ સ્કીલ એજ્યુકેશન અને ક્વોલિટી સ્કુલ એજ્યુકેશન પર ધ્યાન આપવુ પડશે. ૨૦૧૫માં યુએન દ્વારા પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ( સ્થિર વિકાસના ધ્યેયો)માં ક્વોલિટી એજ્યુકેશનને મહત્વ આપ્યુ હતું.