વિશ્વમાં ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનું એક આગવું મહત્વ રહેલું છે

By GS Team
4 Jul 20201 min read
This article was originally published on 4 Jul 2020
વિશ્વમાં ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનું એક આગવું મહત્વ રહેલું છે

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરમાં (આઇઆઇટી-ગાંધીનગર) 'આઇડીયા ઓફ ઇન્ડિયા'ની થીમ સાથેના ઓનલાઇન વક્તવ્યનું આયોજન કરાયું હતું. 'આઇડીયા ઓફ ઇન્ડિયા' વક્તવ્ય શ્રેણીમાં 'પેનોરમા ઓફ ઇન્ડિયાઝ નોલેજ સિસ્ટમ' વિશે બૌદ્ધિક પરંપરાઓના જાણકાર પ્રોફેસર કપિલ કપૂરે વાત કરતાં કહ્યું કે, ભારતમાં પ્રાદેશિક વિસ્તાર પ્રમાણે ભાષા બદલાય છે. ભાષા દરેક પ્રદેશની આગવી ઓળખ હોય છે. ભાષાની અસર તેના પ્રદેશના સાહિત્યના સૌંદર્ય પર પડતી હોય છે.

બદલાતા સમયમાં દરેક વ્યકિતએ પોતાના આઇડિયાને નવું પ્લેટફોર્મ આપવાનો સતત પ્રયત્ન કરવો જોઇએ. આપણા દેશની સંસ્કૃતિની સાથે સાહિત્યનું એક આગવું મહત્વ રહેલું છે. આપણા દેશમાં પ્રાચીન સ્થળોમાં વારસો રહેલો છે. દરેક વ્યકિતને પોતાના દેશની સંસ્કૃતિ સાથેનો જન્મજાત સંબંધ રહેલો હોય છે.

ભારતીય ઇતિહાસમાં મંદિર અને ચિહ્નની એક વિશિષ્ટતા છે

દરેક સભ્યને પરિવાર દ્વારા સભ્યતાના સંસ્કારનું સિંચન કરવામાં આવતું હોય છે તેમ ભારતના મંદિરો અને ચિહ્નનો એક ઇતિહાસ રહેલો છે. આ ઇતિહાસમાં દરેક મંદિરમાં રહેલા વિવિધ ચિહ્નોની ઊંડાઇ વધારે હોવાથી તે લાંબો સમય સુધી ટકી રહે છે. પ્રાચીનયુગથી લઇને મધ્યયુગમાં દેશના મોટાભાગમાં રાજા મહારાજાઓ દ્વારા સુંદર રીતે મંદિરના ચિહ્નોની કામગીરી કરાવવામાં આવતી હતી. -ડૉ.મીનાક્ષી જૈન, ઇતિહાસવિદ