Get The App

નેતાજી દેશ સેવાના આગ્રહી હતા સાથે ત્યાગના પ્રખર હિમાયતી હતા

AMA ખાતે 'રિડિસ્કવરીંગ ધ ફ્રિડમ ફાઇટર નેતાજી સુભાષચંદ્ર હીઝ આઇડીયલ ફોર એ મોડલ ઇન્ડિયા' વિષય પર વક્તવ્ય

Updated: Aug 19th, 2019

GS TEAM

Google News
Google News
નેતાજી દેશ સેવાના આગ્રહી હતા સાથે ત્યાગના પ્રખર હિમાયતી હતા 1 - image

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર પ્રો. સુગાતા બોઝે 'રિડિસ્કવરિંગ ધ ફ્રિડમ ફાઇટર નેતાજી સુભાષચંદ્ર હીઝ આઇડીયલ ફોર એ મોડલ ઇન્ડિયા' વિષય પર વક્તવ્યનું આયોજન કરાયું હતું. સુગાતા બોઝે કહ્યું કે, ૧૮ ઓગસ્ટ ૧૯૪૫માં નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્લેનમાં બેસેલા તે પ્લેનક્રેશ થયું હતું. પ્લેનમાં બેસેલા ૧૪ મુસાફરમાંથી નેતાજી સહિત ૭ લોકોના મૃત્યુ થયા હતા. નેતાજી સત્તાના વધુ પડતા એકેન્દ્રીકરણના વિરોધી અને સંઘવાદના આગ્રહી હતા. તેઓ માનતા હતા કે આટલા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ  દેશ માટે લાંબેગાળે સંઘવાદ (ફ્રેડાલિઝમ) હીતમાં છે.

તેમને ભારત બહાર સ્થપાયેલી સરકારની કેબિનેટનો આગ્રહ કર્યો હતો કે તેઓ બ્રિટનની કોલોનીથી ચાલ્યા જાય નહીંતર તેઓને અંગ્રેજો મારી નાખશે. નેતાજીને પોતાના દેશની સેવા માટે પોતાના જીવનની ક્યારેય ચિંતા કરી ન હતી. ગાંધીજીએ નેતાજીને દેશભક્ત કહ્યાં હતા. તેમજ ગાંધીજી અને નેતાજી વચ્ચે કેટલીક બાબતો પર મતભેદ હતા, પરંતુ મનભેદ ન હતા. તેમને બંનેને એકબીજા માટે આદર, લાગણી અને પ્રેમ હતો તેમજ તેમના વિચારોમાં ઘણું સામ્ય હતું. યુવાનો માટે નેતાજીનું જીવન આદર્શભરેલું છે તેમજ દેશભકિતના ગુણોથી ભરેલું છે. નેતાજીએ એક પ્રવચનમાં કહેલું કે, આઇડિયા, આઇડિયલ અને ડ્રિમ કદી મરતા નથી અને એક પેઢીમાંથી બીજી પેઢીના લોકોને મળતા હોય છે.

Tags :