વિશ્વના જાણીતા લેખકોએ સાહિત્યિક રચનાઓમાં પર્યાવરણને સ્થાન આપ્યું છે
IIT-Gn માં 'અફેક્ટ એમ્બોડીમેંડ એન્ડ ઇકોલોજીઃ મલ્ટી-ડિસિપ્લિનરી પરસ્પેક્ટિવ' પર સેમિનાર
આઇઆઇટી- ગાંધીનગર ખાતે 'અફેક્ટ એમ્બોડીમેંડ એન્ડ ઇકોલોજીઃ મલ્ટી-ડિસિપ્લિનરી પરસ્પેક્ટિવ' વિષય પર ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરાયું હતું. સેમિનારમાંં સ્ટુડન્ટસના રિસર્ચ પેપરને પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. સેમિનારમાં ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક બાયરન દ્વારા બીટવીન બોન સ્ટોન એન્ડ વૂડ એમ્બોડીમેન્ડ ઇકોલોજી અને સમકાલીન સાહિત્યમાં ભૌતિકવાદ વિશે વાત કરતાં કહ્યું કે, આજના સમયમાં પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે ત્યારે પર્યાવરણીય ફેરફારોને ઊંડાણપૂર્વક સાહિત્યિક અભ્યાસની દિશાને ઘડવામાં જોઇએ. સાહિત્યમાં પર્યાવરણને સ્થાન મળે તે જરૂરી છે.
વિશ્વના રાલ્ફ વાલ્ડો, કોનરેડ માર્ટીન્સ જેવા જાણીતા લેખકોએ પોતાની સાહિત્યિક રચનાઓમાં પર્યાવરણને મહત્વ આપ્યું છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર નાથન બડેનોચે અભિવ્યકિતની રોજિંદા જીવન અને કાવ્યોમાં થતી અસર વિશે કહ્યું કે, દક્ષિણ એશિયન ભાષાઓમાં અભિવ્યકિતની લાક્ષણિકતા છે અને ભાષા બોલવાથી વ્યકિતને મનોબળ માટેની પ્રેરણા મળે છે. પૂર્વીય ભારતની સાંતાલી, ઝારખંડની મુંદારી અને તિબેટમાં બર્મન ભાષાના ઘણાં ઉદાહરણો આપે છે. વ્યકિતએ પોતાના રોજિંદા જીવનમાં ભાષા પ્રત્યેના પ્રેમને વળગી રહેવું જોઇએ.