સરદાપ પટેલ સ્ટેડિયમાં યોજાયેલા સાયન્સ ફેરમાં 22 રાજ્યના સ્ટુડન્ટસના પ્રોજેક્ટ રજૂ થયા
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એનસીઆરટી, જીસીઆરટી, એએમસી અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સહયોગથી નેશનલ લેવલના ૪૫માં સાયન્સ ફેરનું આયોજન કરાયું છે, સાયન્સ ફેરમાં નેશનલ લેવલે ૨૨ રાજ્યોની સ્કૂલના સ્ટુડન્ટે ભાગ લીધો હતો. જેમાં સિલેક્ટ થયેલા ૧૭૦થી વધારે સ્કૂલ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતા. જેમાં ઘણા યુનિક અને ફ્યુચરીસ્ટીક પ્રોજેક્ટ પ્રદર્શિત થયા હતા.
ઉન્નત કૃષિ યંત્ર
આ મોડલ ઉચ્ચાલનના સિદ્ધાંત પર આધારિત ખેતીમાં ઉન્નત યંત્ર પ્રદર્શિત કરે છે પારંપારિક કૃષિની પદ્ધતિઓ જેમ કે, ખોદવું, રોપવું, રોપણ, છંટકાવ વગેરેમાં સમય લાગે છે તથા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આ ક્રિયાઓને આસાન અને સુરક્ષિત બનાવી નવીન ખેતીના યંત્રોનો વિકાસ કરાયો છે. આ પદ્ધતિમાં રોપણ અને સ્પ્રે પંપ અને માટી ખોદવાના યંત્રનો સમાવેશ થાય છે.
સમાંતર કૃષિ
આ ખેતીની પધ્ધતી છે. જે જૈવિક ખેતીનો ખર્ચ ઓછો કરે છે. ઓછી જગ્યામાં વધુ સારી રીતે ઓર્ગેનિક ઉત્પાદનો નવીન દ્રષ્ટિકોણ છે. આ પ્રકારની પધ્ધતિથી ફક્ત કૃદરતથી તાલમેલમાં વૃદ્ધિ અને આર્થિક માર્ગો પ્રદાન થાય છે.
બાયસિકલ વોશિંગ મશીન
વધતા જતા પ્રદૂષણને કારણે માણસના સ્વાસ્થય પર અસર થાય છે તેના સોલ્યુશન માટે બાયસિકલ વોશિંગ મશીન બનાવ્યું જેમાં ઇલેક્ટ્રિકલ એનર્જી વપરાતી નથી. જેમ જેમ સાયકલને પેંડલ મારો તેમ તેમ પાછળ કપડાં ધોવાતા જાય છે.
વર્ટીકોપોનિક્સ
વર્ટીકોપોનિક્સ ખેતીની એક નવી વિદ્યા છે, જેમાં માછલીના તળાવમાંથી વધેલ વેસ્ટ પ્રોડક્ટને ખાતર બનાવે છે. આ મોડેલમાં નાઇટ્રીફિકેશનનો સિદ્ધાંત વપરાય છે. જે ફિશ વોટરમાંથી એમોનિયાની દૂર કરે છે.