સંસ્કૃત સિવાયના સાહિત્યમાં વિદૂરજીએ રાજધર્મની વાત કરી છે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 'સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદ' યોજાયો
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 'સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદ'નું આયોજન કરાયું હતું. સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદમાં શ્રીધર વ્યાસ અને ડૉ.મિહિર ઉપાધ્યાય હાજર રહ્યાં હતા. સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદમા બ્રહ્મચારીવાડી ઇન્સ્ટિટયુટ ઓફ સંસ્કૃત સ્ટડીઝના નિયામક શ્રીધર વ્યાસે વિદૂરનીતિમાં નિરૃપિત રાજધર્મ વિશે વાત કરતાં કહ્યું કે, સંસ્કૃત અને સંસ્કૃત સિવાયના સાહિત્યમાં વિદૂરજીએ રાજધર્મની વાત વિશેષ રીતે કરી છે. મહાભારત યુદ્વના સમયે ધૃતરાષ્ટ્ર અને વિદૂરજી વચ્ચે થયેલો સંવાદ છે જે મહાભારતના ઉદ્યોગપર્વમાં આવે છે.
વિદૂરજી મહાભારત કાળની સૌથી વધારે જ્ઞાાની વ્યક્તિ હતી. ભારતીય પરંપરા મુજબ વેદો, રામાયણ, મહાભારત, આયસ્તંબગૃહ્યસૂત્ર, ચાણક્યનીતિ જેવા ગ્રંથોમાં પણ રાજધર્મની માહિતી આપવામાં આવી છે. વિદૂરજીએ રાજાની વિવિધ નીતિઓમાં ફેરફાર કરીને પ્રજા પર કેવો અને કેટલો ટેક્સ નાખવો, પ્રજાનું પાલન કેવી રીતે કરવું, મંત્રીઓ કેવા રાખવા જેવા વિષયમાં પોતાની નીતિ તૈયાર કરીને તેનું પાલન કરવામાં આવ્યું હતું. પોતાની આગવી અને વિશિષ્ટ શૈલીને લીધે સંપૂર્ણ રીતે રાજપુરુષનું ઉપનામ પણ આપવામાં આવ્યું હતું.
વિદૂરનીતિને લોકોએ ુપોતાના જીવનમાં ઉતારીને તેને અનુરૃપ જીવન જીવવું જોઇએ. વિદૂરજી સિવાય પ્લેટો અને સોક્રેટિસે પણ ઊંડાણપૂર્વક રીતે રાજધર્મની વાત કરી છે. સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનના ડાયરેક્ટર ડૉ. મિહિર ઉપાધ્યાયે કહ્યું કે, ધાર્મિક શાસ્ત્રો વ્યકિતને એક નવું જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવાનું કાર્ય કરે છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્કૃત પ્રેમીઓ હાજર રહ્યાં હતા.