સંસ્કૃત ભાષા નહીં પણ જ્ઞાન ભાષાનો ભંડાર છે
ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં 'સંસ્કૃતોત્સવ' કાર્યક્રમ યોજાયો
સંસ્કૃત સાહિત્ય અકાદમી આયોજિત વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, યુવા ગૌરવ પુરસ્કાર, સંસ્કૃતભાષા સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ 'સંસ્કૃતોત્સવ'નું આયોજન ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્કૃત ભારતી પ્રદેશ સંગઠન મંત્રી હિમાંજય પાલીવાલ, રાજ્યપાલ ઓ.પી.કોહલી, પ્રો. હિમાંશુ પંડયા, અમી ઉપાધ્યાય, અતુલ ઉનાગર તેમજ સંસ્કૃત ભાષાના તજજ્ઞાો હાજર રહ્યાં હતા.
કાર્યક્રમમાં હિમાજ્જય પાલીવાલે સંસ્કૃત ભાષા વિશે વાત કરતાં કહ્યું કે, સંસ્કૃત ભાષા સૌથી જૂની ભાષા છે તેમજ સંસ્કૃત ભાષા નહીં પણ જ્ઞાાન ભાષાનો ભંડાર છે. હાલમાં દેશની સ્કૂલ- કોલેજમાં સંસ્કૃત ભાષાને અન્ય ભાષાની જગ્યાએ સંસ્કૃત ભાષા દ્વારા જ્ઞાાન આપવું જોઇએ. બ્રિટીશાસન સમયે બ્રિટીશરોએ અનુવાદ - વ્યાકરણ પદ્વતિની ભાષા બનાવી હતી જેનાથી લોકો તેનાથી દૂર થયા હતા. ભારતની વિવિધ સમસ્યાઓનું નિવારણ સંસ્કૃતભાષા દ્વારા કરી શકાય છે.
લોકોને વિષય જ્ઞાાનની સાથે ભાષા જ્ઞાાન હોય તે જરૃરી છે. નવા સંશોધન કરવા માટે મૂળ સંસ્કૃત ભાષાનું જ્ઞાાન ઘણું જરૃરી છે. દેશના મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા વિવિધ રાજ્યોમાંં સંસ્કૃતભાષા માટે બોર્ડની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ ગત વર્ષે આવા સંસ્કૃત બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી અને આ વિધેયક વિધાનસભામાં પસાર થઇ જતા તેનો લાભ સંસ્કૃતભાષા પ્રેમીઓને મળી શકશે. ત્યારબાદ સંસ્કૃતોત્સવમાં સંસ્કૃતભાષાના વિદ્વાન એવા મહાકવિ કાલિદાસના જીવન પર આધારિત 'વિદ્યોત્તમા' નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
સંસ્કૃત ભાષાના ૨૦૧૯ના સાહિત્યકારોને એવોર્ડ અપાયા
સંસ્કૃત ભાષા ઘણી જ પ્રાચીન ભાષા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કૃત ભાષા ૨૦૧૯ના પંડિતોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જોહર કરવામાં આવ્યા હતા. સંસ્કૃત ભાષાના પંડિતોમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડૉ. યોગિની બહેન વ્યાસ, યુવા ગૌરવ પુરસ્કાર કિશોર શેલડિયા, શાસ્ત્ર પંડિત સન્માન કાલીદાસ ઠાકર અને નરેન્દ્ર પંડયા, શુક્લ યજુર્વેદ પંડિત સન્માન પ્રજ્ઞાબને જોશી, સંસ્કૃત કુટુંબ સન્માન પ્રણવ રાજ્યગુરુ અને સંસ્કૃત સેવા સન્માન શ્રુતિબહેન ત્રિવેદીને જાહેર કરીને તેમને રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે એવોર્ડ અપાયા હતા.