દેવનંદન સુપ્રીમસ સોસાયટીમાં સેનિટાઇઝેશન ટનલ બનાવાઈ
કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉન વિવિધ સ્થળોમાં બજાર સામાન્ય થઇ રહ્યું છે ત્યારે હવે કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું ફેલાય તે માટે દરેકે પોતાની જાતે જ તકેદારી રાખવી પડશે. તે માટે જ પોતાની સોસાયટીનો એકપણ વ્યક્તિ કોરોના સંક્રમિત ન થાય તે માટે વસ્ત્રાલ ખાતે આવેલી દેવનંદન સુપ્રીમસ સોસાયટી દ્વારા સોસાયટીના દરેક સભ્યની હેલ્થને ધ્યાનમાં રાખીને સોસાયટીના ગેટ પાસે 'સેનિટાઝેશન ટનલ' તૈયાર કરી અનોખી પહેલ કરવામાં આવી છે.
સામાન્ય રીત કોર્પોરેટ વર્લ્ડમાં આ પ્રમાણેની ટનલ જોવા મળે છે પરંતુ સોસાયટીમાં આ પ્રકારની ટનલ મૂકવામાં આવી હોય તેવો કિસ્સો ઇસ્ટ ઝોનમાં પહેલો છે. દેવનંદન સુપ્રીમસ સોસાયટીમાં A થી Z સુધીના 30 ફ્લેટ છે અને તેમાં 650 ઘર છે તેથી તમામ પરિવારની સેફ્ટીને ધ્યાનમાં રાખતા સોસાયટીના તમામ સભ્યોની સહકારથી આ ટનલ ઇન્સ્ટોલ કરાઇ છે.
ઇથેનોલ અને પાણીનો ઉપયોગ થવાથી તેના કોઇ સાઇડ ઇફેક્ટ નથી
ઘણા માધ્યમો દ્વારા સેનિટાઇઝેશન ટનલમાંથી નીકળતા સેનિટાઝરને કારણે આંખ અને ચામડીના રોગોમાં વધારો થઇ શકે છે તેવું જાણવા મળ્યું છે પરંતુ જાહેર જગ્યાઓ પર છાંટવામાં આવતા સેનિટાઇઝરમાં સોડિયમ હાઇડ્રો ક્લોરાઇડનું પ્રમાણ હોય છે જ્યારે સોસાયટીમાં જે ટનલ મૂકી છે તેમાં ગવર્મેન્ટ અપ્રુવ્ડ થયેલા સેનિટાઇઝરમાં આલ્કોહોલ અને પ્યોરીફાઇડ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના શરીર પર કોઇ સાઇડ ઇફેક્ટ થતા નથી, સાથે સાથે લોકોને તે દવા જેવું ન લાગે તે માટે તેમાં લેમન ફ્લેવર એડ કરવામાં આવી છે. આ સાથે એવા 2 ટકા લોકો કે જેઓ સામેથી કહે છે કે મને સ્કિન ડીસીઝ છે તેઓને ટનલમાંથી પસાર ન કરતા તેમને અલગથી સેનિટાઇઝ કરવાની પ્રોસેસ કરવામાં આવે છે.