ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દવાઓનું સલામત અને અસરકારક પરિવર્તન થવું જોઇએ
એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીમાં 'સ્ટાર્ટઅપ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટી ઇન હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ' વિષય પર રાઉન્ડ ટેબલનું આયોજન કરાયું હતું.
એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીમાં 'સ્ટાર્ટઅપ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટી ઇન હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ' વિષય પર રાઉન્ડ ટેબલનું આયોજન કરાયું હતું. રાઉન્ડ ટેબલમાં શ્રુતિ કુશવાહ અનેડૉ.અમિત સોની દ્વારા સ્ટુડન્ટ અને ફેકલ્ટીને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની વિશિષ્ટ ચર્ચા કરવામાં આવી હતી. એક ઇનોવેશનના ફાઉન્ડર શ્રુતિ કુશવાહે પોતાની વાત કરતાં કહ્યું કે, સતત કામના લીધે તેમજ રોજિંદા જીવનની અનિયમિતતાને લીધે દરેક વ્યકિતના હેલ્થ પર અસર થતી હોય છે.
ઓછા ખર્ચમાં નવા સ્ટાર્ટઅપ તૈયાર થઇ શકે તેની સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની વૈશ્વિક નવીનતા અને ઉત્પાદન ડિઝાઇનને પણ વધુ મહત્વ આપવું જોઇએ. દરેક રોેગનું ઝડપી નિદાન થઇ શકે અને વ્યકિત ઝડપથી તંદુરસ્ત થઇ શકે તે માટેના ફાર્માસ્યુટિકલ રિસર્ચ પર કામ કરવું જોઇએ. ફાર્માસ્યુટિકલમાં તૈયાર થતી દવાઓનું સલામત અને અસરકારક પરિવર્તન થવું જોઇએ. રાઉન્ડ ટેબલમાં સ્ટુડન્ટ અને પ્રોફેસર હાજર રહ્યાં હતા.