Get The App

કેનેડાનું નાગરિત્વ હોવા છતાં દેશમાં રહીને જ અંગ્રેજીનું વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યાં છે

કેન્દ્રિય વિદ્યાલયના નિવૃત શિક્ષક પોપટલાલ ભટ્ટ જોધપુર વિસ્તારમાં 5000માં રૂમ ભાડે રાખી ક્લાસ ચલાવે છે

Updated: Aug 6th, 2019

GS TEAM

Google News
Google News
કેનેડાનું નાગરિત્વ હોવા છતાં દેશમાં રહીને જ અંગ્રેજીનું વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યાં છે 1 - image


મારી પાસે કેનેડાનું પી.આર. કાર્ડ છે, હું આઠ વર્ષ અમેરિકા રહીને આવ્યો છું. પરંતુ લોકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં જે સંતોષ મળે છે, તે અમેરિકા કે કેનેડામાં રહીને મળતો નહોતો. તેમ જોધપુરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને લોકોને અંગ્રેજીનું વિનામૂલ્યે શિક્ષણ આપતા શાહીબાગ કેન્દ્રિય વિદ્યાલયના નિવૃત શિક્ષક પોપટલાલ ભટ્ટે કહ્યું હતું. પોપટલાલ ભટ્ટે પોતાના પેન્શનમાંથી જોધપુર વિસ્તારની ફાલ્ગુન સોસાયટીમાં ૫૦૦૦ રૃપિયાથી ભાડે રૃમ રાખી તેમાં અંગ્રેજીના ટયૂશન કરાવે છે. તેમના ક્લાસરૃમમાં ડૉક્ટર, એન્જિનિયર અને ગૃહિણીઓ પણ આવે છે. પોપટલાલ ભટ્ટને અમેરિકા અને કેનેડાના બેઠાળું જીવન પસંદ ન હોવાથી તેઓ ભારત પરત ફર્યા છે. તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી લોકોને અંગ્રેજીનું વિનામૂલ્યે શિક્ષણ આપવાની ખેવના રાખે છે. પોપટલાલ જોધપુર વિસ્તારમાં તેઓ તેમના દિકરા સાથે રહે છે. રોજ સાંજે ૫થી ૬નાં સમયગાળામાં ટયૂશન કરાવે છે.

અત્યાર સુધીમાં ૩૦૦થી વધારે લોકો શિક્ષણ લઇ ચૂક્યા છે

પાંચ વર્ષ પહેલા જ્યારે ક્લાસિસની શરૃઆત કરી ત્યારે કોણ આવશે તે વિશે વિચાર્યું નહોતું પરંતુ સમયાંતરે ઘણા લોકો જોડાતા ગયા અને અત્યાર સુધીમાં અંદાજીત ૩૦૦ લોકોને અંગ્રેજી સ્પીકિંગનું નોલેજ લઇ ચૂક્યા છે. કેન્દ્રિય વિદ્યાલયમાંથી શિક્ષક તરીકે નિવૃતિ બાદ મેં વિચાર્યું કે શિક્ષક ક્યારે પણ નિવૃત થતો નથી પરંતુ થોડા સમય માટે હું અમેરિકા અને કેનેડા પણ ગયો પરંતુ ત્યાનું જીનવ માફક ન આવતા ફરીથી ભારત આવ્યો હતો. ત્યારબાદ અહીંયા નિઃશૂલ્ક ક્લાસિસની શરૃઆત કરી હતી. - પોપટલાલ ભટ્ટ, નિવૃત શિક્ષક

૮૬ વર્ષની ઉંમરે પણ ભટ્ટ સરમાં સ્ફૂર્તિ જોવા મળે છે

હું વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છું અને છેલ્લા છ મહિનાથી ભટ્ટ સર પાસે અંગ્રેજી સ્પીકિંગ માટે આવું છું. પૈસા ખર્ચીને પણ સમયની મર્યાદા વગરના ક્લાસિસ શોધવા આજે મુશ્કેલ છે. જ્યારે ભટ્ટ સર નિઃશુલ્ક સેવા આપે છે. ક્લાસિસમાં આવતા લોકોને કોઇ ટોપિક સમજાય નહીં, ત્યારે તેઓ ૧૦ વખત શીખવવામાં પણ ખચકાતા નથી. ભટ્ટ સરના નિઃશુલ્ક ક્લાસિસ સ્ટુડન્ટસ અને મહિલાઓ માટે વધારે ઉપયોગી સાબિત થયા છે. તેઓ ૮૬ વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે ભણાવે છે. - ડૉ. નિપા શાહ, આયુર્વેદિક ડૉક્ટર

ક્લાસિસમાં જોડાયા બાદ બાળકોને મદદ કરી શકું છું

મારા સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, તેથી મને અંગ્રેજી શીખવાની ઇચ્છા હતી. અંગ્રેજી ભાષા હું જાણતી હતી, પરંતુ મને તેનો વ્યવહારૃ ઉપયોગની જાણકારી નહોતી. ભટ્ટ સાહેબના ક્લાસિસમાં જોડાયા બાદ મને અંગ્રેજી ગ્રામરનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરતા શીખી છું. અંગ્રેજી ક્લાસિસમાં જોડાયા બાદ હું મારા સંતાનોને એજ્યુકેશનમાં પણ મદદ કરી શકી છું. ભટ્ટ સરના ક્લાસિસમાં જોડાયેલી મારા જેવી ઘણી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેઓ અંગ્રેજીને એક સરળ ભાષા તરીકે રજૂ કરે છે. - રીના ઓઝા, ગૃહિણી

નિઃશુલ્ક અંગ્રેજી જ નહીં યોગાસનો પણ શીખવે છે

'જીવનની સાંજે, જ્ઞાાનની સવાર'ને જીવનનો મંત્ર ધરાવતા પોપટલાલ ભટ્ટ સાંજના સમયે નિઃશુલ્ક ક્લાસિસ સાથે વહેલી સવારે જોધપુરના ગાર્ડનમાં યોગાસનો પણ કરાવે છે. પોપટલાલ ભટ્ટની સવાર ૫ાંચ વાગ્યે થાય છે અને તેઓ વહેલી સવારે જ બગીચામાં આવતા લોકોને ફ્રીમાં વિવિધ આસનો શીખવે છે. યોગ્ય વ્યક્તિ યોગ્ય આસન કર શકે માટે આસનો વિશેની જાણકારી પણ આપે છે.

Tags :