પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા સવારે દુકાન સંભાળતો અને પછી વાંચન કરતો
ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જુન-૨૦૧૯માં લેવામાં આવેલી સી.એસ. ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ચેપ્ટર સ્થાપનાથી અત્યાર સુધીમાં પહેલી વખત ગર્લ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયામાં પ્રથમ આવી છે. શહેરની ખુશી સંઘવીએ ૪૦૦માંથી ૩૫૮ માર્ક્સ મેળવીને ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. જ્યારે જુન ૨૦૧૯ ફાઉન્ડેશનનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૬૩.૦૯ ટકા છે, જે ગત ટર્મ કરતા ૧.૫૯ ટકા જેટલું વધારે છે. અમદાવાદ ચેપ્ટરના ૧૦ સ્ટુડન્ટને ટોપ-૨૫માં સ્થાન મળ્યું છે.
ફાઉન્ડેશનમાં કોચિંગ જરૃરી નથી, પરંતુ એક્ઝિક્યુટીવમાં જરૂરી છે
AIR ૦૧
૩૫૮/૪૦૦
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ઓલ ઇન્ડિયામાં હું ફર્સ્ટ આવીશ, ફાઉન્ડેશનની તૈયારી માટે હું કોચિંગ સાથે પાંચ કલાકનું વાંચન કરતી હતી. ફાઉન્ડેશનમાં કોચિંગ જરૃરી નથી, પરંતુ એક્ઝિક્યુટીવમાં જરૃરી છે. વાંચવાથી ફ્રેશ થવા માટે હું સોશિયલ મીડિયા અને ટીવીનો સહારો લેતી હતી. એક્ઝામ બાબતે મને થોડું ટેન્શન રહેતું પરંતુ મારા માતા-પિતા વધારે પોઝિટિવ હતા. મારા પિતા બિઝનેસ અને માતા હાઉસવાઇફ છે. - ખુશી સંઘવી
કરાટેમાં યલો બેલ્ટ અને CSમાં પાંચમો રેન્ક મેળવ્યો
AIR ૦૫
૩૪૮/૫૦૦
મારે લૉનો અભ્યાસ કરવો હતો, પરંતુ સીએસમાં બિઝનેસ લૉ છે તેથી સીએસ પસંદ કર્યું છે. મેં ઇન્સ્ટિટયૂટમાં જ ક્લાસિસ કર્યા છે. અહીંયા ઓછા સ્ટુડન્ટસ હોવાથી પર્સનલ કોચિંગ જેવો માહોલ હોય છે. કોચિંગ સાથે હું ૭ કલાકનું વાંચન કરતી હતી. ફ્રેશ થવા માટે કરાટે કરતી હતી, કરાટે હું યેલ્લો વન બેલ્ટ છું. - નિશી શાહ
CS માટે વધારે મહેનત તો મેં છેલ્લા ત્રણ મહિના જ કરી છે
AIR ૧૪
૩૩૦/૫૦૦
મને ફાઇન આર્ટ્સ એક્ટિવિટીમાં વધારે રસ છે, પરંતુ પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેમને મદદ કરવા માટે મેં સી.એસ. જોઇન કર્યું છે. આર્થિક રીતે મદદ કરવા માટે હું પિતા સાથે દુકાનમાં સવારે બે કલાક કામ કરતો હતો ત્યારબાદ વાંચન કરતો હતો. સીએસ માટે વધારે મહેનત તો મેં છેલ્લા ત્રણ મહિના જ કરી છે. - કિર્તન પંચાલ
ભાઇ પાસેથી પ્રેરણા મળી
AIR ૨૪
૩૧૦/૪૦૦
સીએસ કરવાની પ્રેરણા મોટાભાઇ પાસેથી મળી હતી, મોટોભાઇ સીએ છે અને નોકરી કરે છે. સારૃ ગાઇડન્સ મેળવવા માટે કોચિંગ રાખવા ઉપયોગી સાબિત થાય છે. મારા પિતાની શોપ છે અને માતા હાઉસ વાઇફ છે. પ્રીતિ કુમાવત
બિઝનેસ લૉ સાથે બેડમિન્ટન અને વોલીબોલમાં પણ રસ છે
AIR ૨૪
૩૧૦/૪૦૦
બિઝનેસ લૉમાં રસ છે અને ૧૨મા ધોરણના શિક્ષક પાસેથી સીએસ કરવાની પ્રેરણા મળી હતી, મને બેડમિન્ટન અને વોલીબોલ જેવા સ્પોર્ટ્સમાં પણ રસ છે. સી.એસ. માટે એકલી મહેનત નહીં ચાલે પ્રેક્ટિસ પણ મહત્વની રહે છે. - પ્રનિથ નાયર