Get The App

15 દિવસમાં સ્ક્રિપ્ટ, શુટીંગ અને એડિટીંગ કરી શોર્ટ ફિલ્મ બનાવી

એનઆઇડીના સ્ટુડન્ટસ રાહુલ જૈન દ્વારા ચાઇના યુથ પ્રોજેક્ટ 2019માં

Updated: Jun 19th, 2019

GS TEAM

Google News
Google News
15 દિવસમાં સ્ક્રિપ્ટ, શુટીંગ અને એડિટીંગ કરી શોર્ટ ફિલ્મ બનાવી 1 - image


તાજેતરમાં ચીનના શાનદોંગ ખાતે ચાઇના યુથ ફિલ્મ પ્રોજેક્ટ ૨૦૧૯નું આયોજન કરાયું હતું, જેમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ફિલ્મ એન્ડ વિડીયો વિભાગના પ્રો. અરૃણ ગુપ્તા અને સ્ટુડન્ટ રાહુલ જૈને પણ ભાગ લીધો હતો. તેમની સાથે બ્રાઝિલ, રશિયા અને સાઉથ આફ્રિકાના સ્ટુડન્ટસ પણ જોડાયા હતા. ચાઇના યુથ પ્રોજેક્ટ અંતર્ગત બધા સ્ટુડન્ટસે શાનદોંગના આર્ટ ક્રાફ્ટ અને કલ્ચર પર ફિલ્મ બનાવવાની હતી. જેમાં એનઆઇડીના સ્ટુડન્ટ રાહુલ જૈને માત્ર ૧૫ દિવસમાં સ્ક્રિપ્ટ તૈયાર કરવા સાથે ફિલ્મનું શુટીંગ અને એડિટીંગ પણ કર્યું હતું. ચીનના એક ધાર્મિક વૃક્ષ પર રાહુલ જૈન દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે. આગામી ૧૦ દિવસમાં બધા સ્ટુડન્ટસની ફિલ્મને યુ-ટયૂબ પર મુકવામાં આવશે.

10 સ્ટુડન્ટને ફિલ્મ વિશેની માહિતી આપી

દર વર્ષે ચીનમાં ચાઇના યુથ ફિલ્મ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં એનઆઇડીના સ્ટુડન્ટસ ભાગ લેતા હોય છે. પ્રોજેક્ટમાં ભાગ લેતા સ્ટુડન્ટસને ચીનમાંથી એક વિષય આપવામાં આવે છે, જેના પર સ્ટુડન્ટસે શોર્ટ ફિલ્મ બનાવવાની હોય છે. હું દર વર્ષે આ પ્રોજેક્ટમાં ફોરેન ગાઇડ તરીકે જોડાવ છું. આ વર્ષે મેં ૧૦ સ્ટુડન્ટસને ગાઇડ કર્યા હતા, જેમાં ૯ ભારતીય અને બાકીના બ્રાઝિલ, રશિયા અને સાઉથ આફ્રિકાના છે. - પ્રો. અરૃણ ગુપ્તા, ફિલ્મ એન્ડ વિડીયો

ફિલ્મમાં ચીનના 3000 વર્ષ જૂના ધાર્મિક વૃક્ષની વાત કરાઇ છે

રાહુલ જૈન દ્વારા બનાવાયેલી ફિલ્મમાં ચીનના ૩૦૦૦ વર્ષ જૂના ધાર્મિક વૃક્ષની વાત કરાઇ છે. ફિલ્મમાં વૃક્ષ પાસે પ્રાથના કરવા આવતા લોકોની વાત દર્શાવી છે, જેમાં સ્ટુડન્ટસ, હાઉસ વાઇફ, નોકરીયાત અને ધંધાર્થીઓના વૃક્ષની ધાર્મિક માન્યતાઓ વિશેની વાતો રજૂ કરાઇ છે. ઉપરાંત ફિલ્મમાં વહેલી સવારનું વાતાવરણ અને દરેક ઋતુમાં વૃક્ષની વેલ્યુ લોકોમાં કેટલી છે તે દર્શાવાઇ હતી.


Tags :