Get The App

1976ની એક રાત્રે સંવિધાનમાં 'સેક્યુલારિઝમ' શબ્દ ઉમેરવામાં આવ્યો એ સૌથી મોટું ફ્રોડ હતું

GLSની વાર્ષિક ટૉક 'શતરંજ'માં આવેલા પત્રકાર અને વક્તા પુષ્પેંદ્ર કુલશ્રેષ્ઠે કહ્યું,

Updated: Sep 17th, 2019

GS TEAM

Google News
Google News
1976ની એક રાત્રે સંવિધાનમાં 'સેક્યુલારિઝમ' શબ્દ ઉમેરવામાં આવ્યો એ સૌથી મોટું ફ્રોડ હતું 1 - image

સ્થાનિક સ્તરે ઘટતી કોઇપણ ઘટનાના વૈશ્વિક સ્તરે કેવા પડઘા પડે છે તેને સમજાવવા માટે જી.એેલ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા દર વર્ષે શતરંજ નામના ટૉક શૉનું આયોજન થાય છે. આ વર્ષના વાર્ષિક ટૉક શૉ શતરંજમાં વક્તા પુષ્પેંદ્ર કુલશ્રેષ્ઠ હાજર રહ્યા હતા જેઓએ કલમ ૩૭૦ના અનુચ્છેદની રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય અસર પર વાત કરી હતી. તેઓએ કાશ્મીર પ્રશ્ન, કાશ્મીરી પંડિતોના પુનઃવસન જેવા મુદ્દા પર વિસ્તૃત વાત  કરી હતી.

સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ અને ડૉક્ટરનો અભ્યાસ કરતી દીકરીઓ અને તેના પરિવારને માત્ર મેલું ઉપાડવાનું કામ કરવાની છૂટ હતી

૧૯૫૭માં જમ્મુ- કાશ્મીરમાં જરૃરિયાતને આધીન ૨૫૦ દલિતોને મેલું ઉપાડવાના કામ માટે લાવવામાં આવ્યા હતા. જેમના માટે એક્ઝિક્યુટીવ ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો, જેમાં લખાયું કે તેમનો પરિવાર, તેમના સંતાનો મરજી મુજબનું શિક્ષણ લઇ શકશે, તેઓ ત્યાં રહી શકશે પરંતુ રોજગારીમાં તેઓ માત્રને માત્ર મેલું ઉપાડવાનું જ કાર્ય કરી શકશે. આજે તે અઢીસોની સંખ્યા અઢી લાખ થઇ ગઇ છે અને ૧૯૫૭ થી ૨૦૧૯ સુધી તેમના પરિવારની દીકરીઓ કે જે નેશનલ લેવલે સ્પોર્ટસમાં, એન્જિનિયરિંગ અને ડોક્ટરી કર્યા છતાં તેને અને તેના પરિવારને રોજગારીમાં તેમને મેલુ ઉપાડવાની જ છુટ મળી હતી.

અત્યાર સુધી 'જમ્મુ-કાશ્મીર કો ઇન્સાનિયત ચાહીયે'ના નારા સંભળાતા હતા

અત્યાર સુધી 'જમ્મુ-કાશ્મીર કો ઇન્સાનિયત ચાહીયે'ના નારા સંભળાતા હતા તો બિહારને શું જોઇએ છે? જમ્મુરીયત અનેે કાશ્મીરીયત માટે જે પાપ થયા છે તેની હ્યુમન હિસ્ટ્રીમાં જગ્યા નથી. ૧૯૭૬ની એક રાત્રે પોતાની સત્તા મુશ્કેલીમાં છે તે માટે સંવિધાનમાં રાતોરાત 'સેક્યુલારિઝમ' શબ્દ ઉમેર્યો જે સૌથી મોટું ફ્રોડ હતું તેવું હું માનું છું.૧૯૫૦ના સંવિધાનમાં કલમ ૩૭૦ ઉમેરવામાં આવી આ ઉપરાંત ૧૯૫૪માં ભારતના સંવિધાનમાં આર્ટિકલ ૩૫-એ ઉમેરાયું જે જઘન્ય અપરાધ થયો જેની ચર્ચા આજ સુધી ક્યારેય થઇ જ નથી.

જમ્મુ અને લદ્દાખમાં ખુશીનો માહોલ છે જ્યારે કાશ્મીરની વેલીમાં રહેતા 7%લોકોને જ વિરોધ છે

જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે ત્યારે જે જમીન આપતા હતા તેની પાસે પણ જમીન રહી નથી. પરિસ્થિતિ એવી છે કે ત્યા મુખ્યમંત્રીનું પદ સંભાળવા દરેક ઇનકાર કરી રહ્યું છે. જમ્મુ અને લદ્દાખમાં રહેતા લોકો આ નિર્ણયથી ખૂબ ખુશ છે માત્ર કાશ્મીરની વેલીમાં રહેતા માત્ર ૭ ટકા લોકો જ વિરોધ કરી રહ્યા છે.

કર્ફ્યુની સ્થિતિ હોવા છતા જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ છે તેના પર લોકોનું ધ્યાન વધુ છે

જમ્મુ અને કાશ્મીરમાં આજે પણ કર્ફ્યુની સ્થિતી છે ત્યારે આ દેશના લોકોનું સોશિયલ લેવલ એટલું હાઇ થઇ ગયું છે કે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ આટલા દિવસોથી બંધ છે તેના પર લોકોનું વધારે ધ્યાન કેન્દ્રિત થાય છે અને તે ચર્ચાનો વિષય બને છે. હિન્દુ- મુસ્લિમ ભાઇ ભાઇ અને કાશ્મીરીયતની વાત કરતા નેતા કે કોઇ પણ નાગરિકે કાશ્મીરી પંડિતોએ આટલી દિવાળીઓ ક્યા કરી છે તે અંગે જાણવાનો પ્રયત્ન કર્યો નથી.

Tags :