વિશ્વના 74% લોકોમાં પબ્લિક સ્પીકિંગ સૌથી મોટો ડર
એચ.એ. કોમર્સ કોલેજ ખાતે પબ્લિક સ્પીકિંગ વર્કશોપનું આયોજન કરાયું

વિશ્વમાં લોકોને સૌથી મોટો ડર પબ્લિક સ્પીકિંગનો છે જ્યારે મૃત્યુ બીજા નંબરે આવે છે. વિશ્વમાં ૭૪ ટકા લોકો પબ્લિક સ્પીકિંગથી ડરે છે. તેમ એચ.એ. કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા પબ્લિક સ્પીકિંગ વર્કશોપમાં ન્યૂયોર્કના માઇકલ એરીકે કહ્યું હતું. સેમિનારમાં બેચલર ઓફ કોમર્સના ત્રીજા વર્ષના સ્ટુડન્ટસ જોડાયા હતા. એરીકે વધુ વાત કરતા કહ્યું કે, પબ્લિક સ્પીકિંગમાં બોડી લેગ્વેજ, કોન્ફિડન્સ અને નોલેજનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. ઉપરાંત સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. પબ્લિક સ્પીકિંગના પારંગત થવા માટે એકાંતમાં અથવાતો મિત્રો સાથે પ્રેક્ટિસ કરવી જોઇએ. જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને આત્મવિશ્વાસ વ્યક્તિને કાર્યમાં સફળ બનાવે છે. ઉપરાંત માહિતીનું પ્રેજન્ટેશન યોગ્ય અને સરળ ભાષામાં કરવું જેથી સામેની વ્યક્તિને સમજવામાં સરળતા રહે છે.
કાર્યને મહત્ત્વ આપવા પબ્લિક સ્પીકિંગ સ્કિલ જરૂરી
પબ્લિક સ્પીકિંગનું મહત્ત્વ બિઝનેસ, સાયન્સ, ડૉક્ટર, મિડીયા, મનોરંજન અને શિક્ષણ જેવા દરેક ક્ષેત્રમાં છે. જે કોઇપણ ક્ષેત્રમાં ટીમને સંબોધવાની હોય અને માહિતી બીજા વ્યક્તિ સુધી પહોચાડવાની હોય ત્યા પબ્લિક સ્પીકિંગ સ્કિલની જરૃરીયાત રહે છે. જે વ્યક્તિમાં આ સ્કિલ નથી હોતી તે વ્યક્તિ ઘણી વખત સારા કાર્ય છતા નિષ્ફળ થતા હોય છે, અથવાતો તેના કાર્યને નજર અંદાજ કરવામાં આવે છે.
વિષયનું સઘળું નોલેજ પબ્લિક સ્પીકિંગનું અગત્યનું પાસુ છે
પબ્લિક સ્પીકિંગ માટે સૌપ્રથમ વ્યક્તિ પાસે વિષય પરનું સઘળું નોલેજ હોવું જરૃરી છે. કારણ કે, પ્રેજન્ટેશન સમયે જ્યારે સામેની વ્યક્તિને પોતાના વિચારો સાથે કનેક્ટ કરવાના હોય છે ત્યારે તેના કરતા વધારે જ્ઞાાનની જરૃર પડતી હોય છે. પબ્લિક સ્પીકિંગમાં ટાર્ગેટ ઓડિયન્સની પણ મોટી ભૂમિકા હોય છે. સારા સ્પીકર બનવા માટે ઓડિયન્સને સમજીને પોતાની સ્પીચમાં બદલાવો કરવા જરૃરી હોય છે.
વાતને કોન્ફિડન્સ સાથે રજૂ કરવાથી તેની અસર પડે છે
પબ્લિક સ્પીકિંગની સ્કિલ ડેવલપ કરવા માટે નોલેજ ઉપરાંત એક્ટિંગ પણ ઉપયોગી છે. ઘણી વખત વિષય વિશેનું જ્ઞાન ઓછું હોય ત્યારે વ્યક્તિએ લોકો સમક્ષ પોતાનો કોન્ફિડન્સ રજૂ કરવાનો હોય છે. આવા સમયે લોકો કોન્ફિડન્સ જોઇને જ વ્યક્તિની વાત સાથે સહમત થતા હોય છે. કોઇ વાતને કોન્ફિડન્સ સાથે રજૂ કરવાથી તેની અસર સામેની વ્યકિત પર પડે છે.