એર ક્વૉલિટી ખરાબ હોવાને કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનના કેસ વધે છે
(સીઇઇ) દ્વારા બે દિવસીય 'ક્લિન એર ડાયલોગ' વર્ચ્યુઅલ સંવાદનું આયોજન કરવામાં આવ્યું
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઇઇ) દ્વારા એશિયન શહેરોમાં હવાની ગુણવત્તાની દિશામાં વધુ સારી કામગીરી કરતી ક્લિન એર એશિયાની સાથે હવાની ગુણવત્તાને વધારવા માટે એક રાષ્ટ્રીય મોડયુલ વિકસાવ્યું છે ત્યારે શહેરી હવાની ગુણવત્તાને સુધારવાની જરૃરિયાત અને પડકાર અંગે વાત કરવા અને આગળ જરૃરી કામગીરી કરવા માટે બે દિવસીય વર્ચ્યુઅલ સંવાદ 'ક્લિન એર ડાયલોગ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશમાંથી એક્સપર્ટ જોડાયા હતા. રિસર્ચ મુજબ દેશના ૧૨૨ શહેરની એર ક્વૉલિટી યોગ્ય નથી, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા અને સુરત છે. અમદાવાદમાં જીપીસીબીના રેકોર્ડ પ્રમાણે પાર્ટીક્યુલર મેટરની માત્રા હવામાં વધારે પ્રમાણમાં છે જેને કારણે માનવશરીરના વિવિધ અંગો પર ગંભીર અસર થઇ શકે છે જેમાં ખાસ કરીને શ્વસનતંત્ર, ચામડી, કિડની, હૃદય અને સૌથી વધારે મગજ પર અસર કરે છે રેકોર્ડ પ્રમાણે એર ક્વૉલિટી ખરાબ હોવાને કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનના કિસ્સાઓ વધે છે.
હવાની ગુણવત્તા સુધારવા માટેના પડકારો
મોનિટરિંગ સેશન્સ ઓછા છે
જુદી જુદી એજન્સીઓ પાસે માણસોની ઘટ છે
પીયુસીની સિસ્ટમ કોમ્પ્રીહેન્સિવ નથી તેમાં સુધારાની જરૂર છે
કોર્પોરેશન, આરટીઓ અને ટ્રાન્સપોર્ટ એજન્સીમાં જે સેમ્પલ કલેક્ટ કરે છે તેમને ટ્રેનિંગ આપવાની જરૂરી છે
મેન્યુઅલી જે ડેટા કલેક્ટ થાય છે તે સાચો છે કે નહી તે ગાઇડલાઇન પ્રમાણે ચેક કરવા જોઇએ.
શહેરમાં માત્ર બે કન્ટીન્યુઅસ એર ક્વોલિટી સ્ટેશન છે
હવામાં પ્રદૂષણ ફેલાવતા મુખ્ય સ્ત્રોતમાં વાહનો, ઉદ્યોગો, ધૂળ અને કચરો બાળવો છે જેનાથી સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓઝોન અને પાર્ટીક્યુલ મેટરનું પ્રમાણ હવામાં વધે છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી એમોનિયા, ક્લોરિન, હાઇડ્રોક્લોરીક એસિડ જેવા ગેસ ઉત્પન્ન થાય છે. હવામાં રહેલા આ પ્રદૂષણને સતત માપવા માટે મેન્યુઅલ અને કન્ટીન્યુઅસ એર ક્વૉલિટી સ્ટેશનની જરૃર હોય છે ગુજરાતના સૌથી મોટા શહેરો એવા અમદાવાદ અને સુરત કે જ્યાં સૌથી વધારે હવાનું પ્રદૂષણ છે ત્યાં મેન્યુઅલ સ્ટેશન્સ પુરતા પ્રમાણમાં છેે પરંતુ કન્ટીન્યુઅસ એર ક્વૉલિટી મોનિટરિંગ સ્ટેશનની ઘટ છે અમદાવાદમાં ૧૨ કન્ટીન્યુઅસ એર ક્વૉલિટી સ્ટેશન જરૃર છે જ્યારે હાલ માત્ર બે છે જ્યારે સુરતમાં એક પણ કન્ટીન્યુઅસ સ્ટેશન નથી કે જે સતત હવામાં રહેલા પ્રદૂષણને મોનિટર કરી ચોક્કસ આંકડા જાહેર કરી શકે.-જયેશભાઇ વ્યાસ, એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ ગૃપના હેડ