Get The App

ચંપારણ સત્યાગ્રહ કાયદાના ભંગથી શરૂ થયો હતો અને કાયદો ઘડવાની સાથે પૂર્ણ થયો હતો

જીએનએલયુમાં 'ગાંધીયન થોટ ઓન લૉ એન્ડ જસ્ટિસ' પર પેનલ ડિસ્કશન યોજાયું

Updated: Sep 26th, 2019

GS TEAM

Google News
Google News
ચંપારણ સત્યાગ્રહ કાયદાના ભંગથી શરૂ થયો હતો અને કાયદો ઘડવાની સાથે પૂર્ણ થયો હતો 1 - image


ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં 'ગાંધીયન થોટ ઓન લૉ એન્ડ જસ્ટિસ' પર પેનલ ડિસ્કશન યોજાઇ ગયું. પેનલ ડિસ્કશનમાં સામેલ થયેલા પેનલ ડિસ્કશનમાં બીજા વક્તા તરીકે ઓએસડીના સત્યનારાયણ સાહુ, પીડીપીયુના પ્રો. પ્રદિપ મલીક અને સેન્ટર ફોર ગાંધીયન થોટ એન્ડ પીસના ડૉ. ધનંજય રાય ઉપસ્થિત રહ્યા હતા.  તેમણે ગાંધીજી કોર્ટને લેબોરેટરી તરીકે જોતા હતા. પરંતુ તેઓ કેસનો નિકાલ કરવા માટે લોક અદાલતનો વધારે આગ્રહ રાખતા હતા. કોર્ટમાં કેસ દાખલ કરનાર વ્યક્તિને પણ સમયસર ન્યાય ન મળતો હોવાથી આ રસ્તો વધારે ઉપયોગી છે. ઉપરાંત લોક અદાલતનો વધારે ઉપયોગ કરવાથી લોકોના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આજે પણ આવા નિર્ણય લેવામાં આવે તેની ખાસ જરૃર છે.

ગાંધીજી સમાનતા અને શોષણ પરના કાયદાનો ભોગ બની ચૂક્યા હતા

બ્રિટિશરો દ્વારા લાગુ કરવામાં આવેલા અસમાનતા અને શોષણ પરના કાયદોનો ભોગ ગાંધીજી બની ચુક્યા હતા. તે કારણથી તેઓ માનતા હતા કે, સામાજિક સમાનતા કેળવવા માટે બ્રિટિશ કાનુનનો ભંગ કરવો જરૃરી હતો. દાંડી યાત્રા અને ચંપારણ સત્યાગ્રહ બંને સામાજિક અસમાનતા અને શોષણના કાયદાનો વિરોધ કરવા માટે કરાયેલા પ્રયોગ હતા. તે કાયદાના ભંગથી શરૃ થયો હતો અને કાયદો ઘડવાની સાથે પૂર્ણ થયો હતો. - ડૉ. સત્યનારાયણ સાહુ, ઓએસડી

સામાજિક કલ્યાણ માટે દરેક વર્ગની વ્યવસ્થામાં સુધારો લાવવો પડશે

ગાંધીજીના વિચારો અનુસાર વ્યક્તિગત કલ્યાણ દ્વારા જ સામાજિક કલ્યાણ શક્ય બનશે. સામાજિક કલ્યાણ માટે દરેક વર્ગની વ્યવસ્થામાં સુધારો લાવવો પડશે. ઇક્વાલિટી વિશે ઊંડાણ પુર્વક વિચારતા થવું પડશે. વકિલ અને વાણંદના કાર્યનું મૂલ્ય સમાન હોવું જોઇએ. સમાજના દરેક લોકોના કામના મૂલ્યને સમજવામાં આવશે ત્યારે ઇક્વાલિટીની સાચી સમજણ આવશે. - ડૉ. પ્રદિપ મલીક, પીડીપીયુ


Tags :