Get The App

લોકો વ્યાપારી પર પછી વિશ્વાસ કરશે પહેલા તેઓ ઓનલાઇન રીવ્યૂ વાંચશે

માઇકા ખાતે ઇન્ડસ્ટ્રી પેનલ ડિસ્કશનમાં 'ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' પર ચર્ચા કરાઇ

Updated: Jul 4th, 2019

GS TEAM

Google News
Google News
લોકો વ્યાપારી પર પછી વિશ્વાસ કરશે પહેલા તેઓ ઓનલાઇન રીવ્યૂ વાંચશે 1 - image

માઇકા ઇન્સ્ટિટયૂટ ખાતે ઇન્ડસ્ટ્રી પેનલ ડિસ્કશનમાં 'ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' પર ચર્ચા કરાઇ હતી. પેનલ ડિસ્કશનમાં જોડાયેલા સ્પીકર્સે ડિજિટલ યુગ આવવાથી સામાજિક જીવન અને વ્યવસાયીક જીવનમાં થતા ફેરફારો વિશે વાત કરી હતી. ઉપરાંત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના કારણે કાર્યો કરવામાં કેટલી સરળતા આવી છે તે વિશેના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. પેનલ ડિસ્કશનમાં પ્રો. સિદ્ધાર્થ દેશમુખે કહ્યું કે, ડિજિટલ યુગમાં લોકો સૌથી વધારે સોશિયલ મીડિયાથી આકર્ષિત થયા છે. સોશિયલ મીડિયા દ્વારા તેઓ પોતાની ઓળખ ઊભી કરી શકે છે.

ઉપરાંત ઘણી એપ્લિકેશન દ્વારા વ્યક્તિ પોતાને એક બ્રાન્ડ તરીકે પણ રજૂ કરી શકે છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા સમાજમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો છે. પેનલ ડિસ્કશનમાં ૫ય્ ટેકલનોજી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ૫ય્ના કારણે જીવનધોરણ સુધવા સાથે હોલોગ્રામના ખોટા ઉપયોગથી નુકસાન પણ વધશે. ઉપરાંત વિશ્વમાં આગામી સમય પાસે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ ડેટા હશે. જેના કારણે વિશ્વના ઘણા દેશો વચ્ચે યુદ્ધો પણ થઇ શકે છે. 

ડિજટિલ યુગમાં એજ્યુકેશન પણ ડિવાઇસથી મળે છે

ડિજિટલ યુગમાં કોઇ પણ વસ્તુનું વેચાણ કરવું સહેલું નથી. કારણ કે, લોકો વ્યાપારી પર પછી વિશ્વાસ કરશે પહેલા તેઓ ઓનલાઇ તેના રીવ્યૂ વાંચશે. ડિજિટલ યુગના કારણે લોકો સ્માર્ટ બન્યા છે. ઉપરાંત પહેલા એજ્યુકેશન મેળવવા સ્કૂલ કે કોલેજમાં જવું પડતું હતું. ત્યારે આજે ઘણા લોકો ઓનલાઇન વિડીયો જોઇને એજ્યુકેશન મેળવી રહ્યાં છે. મારી કામવાળીએ પણ યુ-ટયૂબ પરથી કેટલીક ભાષાઓ શીખી છે. - શહાના સેન મિશ્રા, ટાટા ટેલી બિઝનેસ સર્વિસ

ઓડિયો બૂક્સ દ્વારા સમયની બચત વધી છે

ડિજિટલ યુગની શરૃઆત ઘણા વર્ષો પહેલા જ થઇ હતી. પરંતુ સમયાંતરે તેમા આવેલા બદલાવો ફાયદાકારક રહ્યાં છે. પહેલા એટીએમમાંથી પૈસા કાઢવા માટે પણ લાઇનો લાગતી હતી, જ્યારે આજે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા વ્યક્તિ માત્ર પાંચ મિનીટમાં લોન મેળવી શકે છે. ઉપરાંત ઓડિયો બૂક્સ આવવાથી સયમની બચત પણ વધી છે. બાઇક કે કારમાં જતા સમયે ઓડિયો બૂક પ્લે કરવાથી ઘણી બૂક્સનું નોલેજ ડ્રાઇવિંગ સમયે જ મેળવી શકાય છે. - રાજીબ બોઝ, આઈબીએમ

Tags :