25 આર્ટિસ્ટે પીંછવાઇ વર્ક, લીનોકટ અને મેટલ કાસ્ટિંગ વર્ક કરી પેઇન્ટિંગ અને સ્કલ્પચર બનાવ્યાં
કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, સેપ્ટ કેમ્પસ ખાતે પેઇન્ટિંગ અને સ્કલ્પ્ચર એક્ઝિબિશન 'લાવણ્ય'નું આયોજન કરાયું હતું
કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, સેપ્ટ કેમ્પસ ખાતે પેઇન્ટિંગ અને સ્કલ્પ્ચર એક્ઝિબિશન 'લાવણ્ય'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 'મુખોટે'ના ૨૫ પેઇન્ટર અને સ્કલપ્ચર આર્ટિસ્ટના આર્ટ નમૂનાને એક્ઝિબીટ કરવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા આર્ટિસ્ટ નિલુ પટેલે કહ્યું કે, આમાં દરેક આર્ટિસ્ટના છેલ્લા છ મહિનાની મહેનત છે. એક્ઝિબિશનમાં ચોખાના દાણાને જોડીને વાંસનું ચિત્ર, સ્ટ્રીટ લાઇફ અને બુદ્ધના ચિત્ર તૈયાર કરાયા છે.
આ ઉપરાંત ઓઇલ પેસ્ટર, એક્રેલિક, થ્રીડી અને સ્ક્રિપલિંગ પેઇન્ટિંગ્સ મુકાયા છે. એક્ઝિબિશનમાં પેપર કોલાજ વર્ક પણ જોવા મળ્યું હતું. એમએસના સ્ટુડન્ટ જયપાલ સિંહે 'મેટલ કાસ્ટિંગ' એટલે કે પિત્તળના કાસ્ટિંગમાંથી મૂર્તિઓ તૈયાર કરી છે. જ્યારે ડિમ્પલ ટેલરે ઓઇલ અને કેનવાસમાં પેઇન્ટિંગ અને લેધરની સીટ પર કાર્વિંગ કરી પેપર પર પ્રિન્ટ મેળવી હતી.
આ સાથે વલસાડના વિલેશ બિલિમોરાએ ગણેશજી અને લેન્ડ સ્કેપ તૈયાર કર્યા હતા જ્યારે પારૃલ શોષાનું એમ્બોઝ વર્ક, જયપુરના રૃચિ દિક્ષિત દ્વારા પેપર મશીનથી નખ જેટલા જીણા કેમેરા બનાવ્યા જે એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ એક્ઝિબિશન ૨ જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે.