લૉના સ્ટુડન્ટસ માટે લાઇબ્રેરી લેબોરેટરી સમાન
નિરમા યુનિવર્સિટીના લૉ વિભાગના સ્ટુડન્ટસ માટે ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજાયો
નિરમા યુનિવર્સિટીના લૉ વિભાગમાં ૧૩મી બેચના સ્ટુડન્ટસ માટે ઓરિયેન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયંએ હતું, ઓરિયેન્ટેશન પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે પ્રો. એન.એલ. મિત્રા ઉપસ્થિત રહ્યાં હતા. નવી બેચમાં ૨૪૦ સ્ટુડન્ટ આ પ્રોગ્રામમાં જોડાયા હતા. ઓરિયેન્ટેશન પ્રોગ્રામમાં સ્ટુડન્ટસને તેમાના કોર્સ અને કોમ્પિટિશન વિશેની જાણકારી આપવામાં આવી હતી. પ્રો. એન.એલ. મિત્રાએ સ્ટુડન્ટસને સંબોધીત કરતા કહ્યું કે, લૉના સ્ટુડન્ટસ માટે લાઇબ્રેરી લેબોરેટરી સમાન હોય છે. જેટલું વધારે વાંચન કરશો તેટલા વધારે જાણકાર બનશો. તેથી વાંચન ક્યારેય છોડવું નહી. ઉપરાંત જ્ઞાાન કોઇપણ દિશામાંથી મળી શકે છે, તેથી દરેક લોકોને સાંભળવા જોઇએ.
લૉ વ્યવસાયમાં પ્રતિબદ્ધતા અને ઇમાનદારી જરૃરી
લૉ અભ્યાસ સરળ નહીં કઠીન છે, તેથી દરેક સ્ટુડન્ટસે હાર્ડવર્ક કરવું ખૂબ જરૃરી છે. ઉપરાંત લૉ વ્યવસાયમાં પ્રતિબદ્ધતા અને ઇમાનદારી પણ જરૃરી છે. જ્ઞાાન મેળવવાની કોઇ પણ તક સ્ટુડન્ટસે છોડવી જોઇએ નહીં, કારણ કે આજની વાત તેમને ભવિષ્યવમાં ચોક્કસ ઉપયોગી થશે. જીવનમાં કોઇ શોર્ટકટ નથી, સખત મહેનત જ વ્યક્તિને મહાન બનાવે છે. - પુર્વી પોખરીયાલ, ડીન લૉ વિભાગ