સુપ્રીમ કોર્ટના દરેક કેસના ચુકાદાઓ પીએચ.ડી.ના રિસર્ચ સમાન હોય છે
નિરમાના લૉ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટસ માટે ઓરિયેન્ટેશન પ્રોગ્રામનું આયોજન
નિરમા યુનિવર્સિટીના લૉ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં નવા જોડાયેલા સ્ટુડન્ટસ માટે ઓરિયેન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. પ્રોગ્રામમાં સ્ટુડન્ટસને લૉ એક વર્ષીય પ્રોગ્રામ વિશેની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત સ્ટુડન્ટસને લૉ એક્સપર્ટ દ્વારા કાયદા અને મહત્ત્વના કેસ વિશેની માહિતી અપાઇ હતી. આંબેડકર એજ્યુકેશન સોસાયટીના પ્રો. ડૉ. વિક્રમ દેસાઇએ કહ્યું કે, લૉના સ્ટુડન્ટસે રિસર્ચ પર વધારે ધ્યાન આપવું જોઇએ. વધુમાં સ્ટુડન્ટસે મહત્ત્વના કેસના ચુકાદાઓનું વાંચન કરવું જોઇએ. સુપ્રીમ કોર્ટના દરેક ચુકાદાઓ પીએચ.ડી.ના રિસર્ચ સમાન હોય છે. વાંચનથી જ્ઞાાનમાં વધારો કરવા સાથે ત્વરીત નિર્ણય શક્તિ પણ પ્રદાન કરે છે. ઓરિયેન્ટેશન પ્રોગ્રામમાં લૉ વિભાગના ડીન પ્રો. પુર્વી પોખરીયાલ પણ જોડાયા હતા.
સ્ટુડન્ટસે જુદા અભિગમથી વિચારતા શીખવું જોઇએ
લૉ એજ્યુકેશનની ડિટેઇલમાં જાણકારી મેળવવા સ્ટુડન્ટસે સૌપ્રથમ સોસાયટીને સમજવી પડશે. સોસાયટીના ઉદાહરણોનો ઉપયોગ સ્ટુડન્ટસ લૉની પ્રેક્ટિસ માટે કરી શકે છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટસ માટે હંમેશા નવા પડકાર આવતા હોય છે. જેની સામે ટકી રહેવા સ્ટુડન્ટસે જુદા અભિગમથી વિચારતા શીખવું જોઇએ. જુદો અભિગમ કેળવવાથી કેસને સમજવાની શક્તિમાં વધારો થાય છે. - પ્રો. ડૉ. શાંથા કુમાર, ડિરેક્ટર જીએનએલયુ