ફાર્માસ્યુટિકલમાં ચેલેન્જિસને શોધી નવા ઇનોવેશન તૈયાર કરવા જોઇએ
એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીમાં નવા સ્ટુડન્ટ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે શૈલ શેઠ અને ઋષિરાજ પટેલ હાજર રહ્યાં હતા. પ્રિન્સિપાલ પ્રો.મહેશ છાબરીયાએ કહ્યું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે રહેલા ચેલેન્જિસને શોધીને નવા ઇનોવેશન તૈયાર કરવા જોઇએ. સ્ટુડન્ટસે સ્ટડીની સાથે કંઇક આઉટ બોક્સ વિચારવું જોઇએ. એલ્યુમિનાઇ ઋષિરાજ પટેલે કહ્યું કે, ફાર્મસીમાં મૂળભૂત સ્ટડી દવા બનાવવા માટેનો હોય છે અને તેને તૈયાર કરવા ચોકસાઇ અને ખરાપણું હશે તો સફળતા મળી શકે છે. હાલ અમે નાની કંપનીઓને મોટી કંપનીઓ બનાવવા માટે કામ કરીને રોજગારીની તકોમાં વધારો થાય તેવો પ્રયાસ કરું છું.
ફાર્માસ્યુટિકલમાં આધુનિક લેબની ખૂબ જરૂર છે
દવા સાથે જ્યારે કામ કરો છો ત્યારે બીજી વ્યકિતની જવાબદારીનો અહેસાસ થતો હોય છે અને તેને અનુરૃપ કામ કરીએ છીએ. હેલ્થકેરનું માળખું જે વિભાજીત છે તે એક થઇ જશે અને આવનારા વર્ષોમાં ફાર્માસ્યુટિકલનો મુખ્ય રોલ બની રહેશે. હવે ફાર્માસ્યુટિકલ સ્ટુડન્ટ માટે મોડર્નાઇઝ લેબોરેટરી ખૂબ જરૃરી છે. - શૈલ શેઠ, અલ્યુમિનાઇ