Get The App

1855થી અત્યાર સુધી તાપમાનમાં મહત્તમ 1.5%નો વધારો થયો છે

Updated: Aug 5th, 2019

GS TEAM

Google News
Google News
1855થી અત્યાર સુધી તાપમાનમાં મહત્તમ 1.5%નો વધારો થયો છે 1 - image


ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત રાજ્યના વન અને પર્યારણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના સંયુકત ઉપક્રમે સેનેટ હોલ ખાતે 'ક્લાઇમેટ  ચેન્જ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ ૨૦૧૯' બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સમાં દેશ-વિદેશના ક્લાઇમેન્ટ ચેન્જ વિષયના તજજ્ઞાો હાજર રહ્યાં હતા અને તેમને કોન્ફરન્સની થીમ  ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ સાયન્સ, ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન એન્ડ ડિઝાસ્ટર રીસ્ક રીડક્શન, નેચર બેઝ્ડ સોલ્યુશન વિશે વિસ્તૃત ચર્ચા સાથે પેનલ ડિસ્કશન કર્યું હતું.

આ વિશે જર્મન ડેવલપમેન્ટ એજન્સીના (જીઆઇઝેડ) કીર્તીમાન અવસ્થીએ વાત કરતાં કહ્યું કે, ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આંતરરાષ્ટ્રીય છે. વૃક્ષોનું વધુ પડતું છેદન ક્લાઇમેટ ચેન્જ માટે મુખ્ય સમસ્યા છે જેનાથી પર્યાવરણની અસમતુલા ઊભી થાય છે. ગવર્મેન્ટ દ્વારા ક્લાઇમેટ ચેન્જ માટે નવી પોલિસી તૈયાર કરીને શહેરથી લઇને ગામડાંના દરેક વ્યક્તિઓએ જનભાગીદારી સાથે ક્લાઇમેટ ચેન્જ વિષય પર કામ કરીને સ્વસ્થ જીવન જીવવું જોઇએ. કોન્ફરન્સમાં સ્ટુડન્ટ, પ્રોફસર તેમજ રિસર્ચરોએે ભાગ લીધો હતો. તેમજ સ્ટુડન્ટ દ્વારા ક્લાઇમેટ ચેન્જ વિષય પર તૈયાર કરવામાં આવેલા ૧૫૦થી પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. 

ડેવલપમેન્ટ પોલિસીની સાથે ક્લાઇમેટ ચેન્જની પોલિસી તૈયાર કરવી જોઇએ

ક્લાઇમેટ ચેન્જના લીધે ગ્લોબલ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ૧૮૫૫થી લઇને અત્યારના તાપમાનમાં મહત્તમ ૧.૫ ટકાનો વધારો થયો છે. જેનાથી હીટવેવ, સાઇક્લોન, વરસાદનું અનિયંત્રણ રીતે પડવો જેનાથી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે પ્રોબ્લેમ્સમાં વધારો થાય છે. વિશ્વના બધા દેશોએ પોતનો ફાળો આપીને વ્યક્તિના હેલ્થની સાથે જળ સાથેે સિટીપ્લાન, ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર, એક્સપર્ટ, ટ્રેનિંગ એડવાઇઝરને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ પોલિસીની સાથે ક્લાઇમેટ ચેન્જની પોલિસી તૈયાર કરવી જોઇએ. વ્યકિતીના હેલ્થની સાથે જળ સાથેે સિટીપ્લાન, ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર, એક્સપર્ટ, ટ્રેનિંગ એડવાઇઝરને ધ્યાનમાં રાખીને હોવા જરૃરી છે. - પ્રો.નવરોજ દુબાસ, સેન્ટર ફોર પોલિસી રિસર્ચર


Tags :