શિવમહિમ્ન સ્ત્રોતમ્માં રહેલી દિવ્યતા દરેક વ્યકિતના જીવનને પ્રકાશિત કરે છે
સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા 'સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદ'નું આયોજન
સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા 'સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદ'નું ઓનલાઇન આયોજન કરાયું હતુંં, જેમાં ડૉ. અમી જોષીએ 'શિવમહિમ્ન દિવ્ય સ્ત્રોતમ્' વિષય પર વાત કરી હતી. સંસ્કૃત સાહિત્ય રસાસ્વાદમાં તેઓએ કહ્યું કે, પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના મહિમાનું અનેરું મહત્વ છે. હજારો વર્ષો પછી પણ શ્રી પુષ્યદંત રચિત શિવ મહિમ્નનું એટલું જ લોકપ્રિય છે. શિવજીના મહિમ્ન સ્ત્રોતમાં રહેલી દિવ્યતા દરેક વ્યકિતના જીવનને પ્રકાશિત કરે છે. શ્રેષ્ઠ સર્જનની પાછળ દુઃખ રહેલું હોય છે. જીવનની સંકુચિતતાને દૂર કરી દિવ્યતા તરફ લઇ જાય છે.
આ વિશ્વમાં ગુરુથી પરમ કોઇ બીજું તત્ત્વ નથી. દરેક ગુરુ પોતાના શિષ્યને જીવન ઉપયોગી બોધપાઠ આપવાનું કાર્ય કરે છે તેમ શિવજી પણ પોતાના શિષ્યની ઇચ્છા પૂરી કરીને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે. પુષ્યદંત ગંધર્વ હોવા છતાં શિવ મહિમ્ન દિવ્ય સ્ત્રોતની રચના કરીને પૃથ્વીલોકને એક નવી ઉર્જા આપવાનું કાર્ય કર્યું છે. ભગવાન શિવ દયાળુ છે અને તેમના સ્ત્રોતનું પઠન કરવાથી દરેક વ્યકિતને આત્મસાક્ષાતકાર થાય છે.