Get The App

સાવરકુંડલામાં 'આરોગ્ય મંદિરની' શરૂઆત કરાઇ તે અમારા માટે સાચી 'ગુરુદક્ષિણા' છે

આત્માહોલ ખાતે સાહિત્ય સફર 'શબ્દજ્યોતિ' કાર્યક્રમનું આયોજન રતિલાલ બોરીસાગરના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું

Updated: Aug 31st, 2019

GS TEAM

Google News
Google News
સાવરકુંડલામાં 'આરોગ્ય મંદિરની' શરૂઆત કરાઇ તે અમારા માટે સાચી 'ગુરુદક્ષિણા' છે 1 - image

ગુજરાતી સાહિત્યના અગ્રણી હાસ્યકારની સાથે નિબંધકાર, વિવેચક અને સંપાદક તરીકે કામ કરનાર રતિલાલ બોરીસાગરના ૮૨ જન્મદિન નિમિત્તે આત્માહોલ ખાતે સાહિત્ય સફર 'શબ્દજ્યોતિ' કાર્યક્રમનું આયોજન રતિલાલ બોરીસાગરના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. રતિલાલ બોરીસાગરે પોતાના જીવન -કવન અને સાહિત્ય સફર વિશે કહ્યું કે, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મળતા શિક્ષણની સાથે ઉચ્ચ સામાજિક જીવન જીવવાની સાથે વિવિધ ચાવીરૃપ જ્ઞાાન આપવું જોઇએ. જેનાથી વિદ્યાર્થીના જીવનમાં રહેલી મુશ્કેલીઓને સરળતાથી દૂર કરીને ઉચ્ચશિક્ષણ મેળવી શકે. દરેક વ્યકિતએ જરૃરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરીને જીવનને આનંદમય રીતે જીવવું જોઇએ.

અભ્યાસમાં દસ મહિના સુધી 225 રૂપિયાની સહાય કરી હતી 

અભ્યાસની સાથે વિદ્યાર્થીના જીવન ઘડતરનું જ્ઞાાન આપ્યું છે. અભ્યાસ કરવા માટે મારી પાસે પૈસા ન હતા ત્યારે મારા ગુરૃ રતિલાલ સાહેબે અને તેમના મિત્રો દ્વારા દસ મહિના સુધી 225 રૂપિયાની સહાય કરી હતી અને તેને લઇને સારી નોકરી મળી હતી જે માટે તેમનો આજીવન આભારી છું. - ભિખેશ ભટ્ટ, ગણપત યુનિ.

વિકટ પરિસ્થિતિમાં પણ તેમને હાસ્યનું જ્ઞાાન આપ્યું હતું

જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે  એક લાખ રૃપિયાનું દાન આપીને તેમનું સન્માન કર્યું ત્યારે તેમને કહ્યું આ પૈસા મને નહીં  પણ શિક્ષણમાં ઉત્કૃષ્ઠ શિક્ષક, સાહિત્યકારને આપીને તેમનું સન્માન કરવાના કાર્યને વધુ આગવ વધારો તેવું તેમને કહ્યું હતું કે જે મારા જીવનનો યાદગાર કિસ્સો બની ગયો હતો. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમને હાસ્યનું જ્ઞાાન આપીને રમૂજ કરાવતા જે આજે પણ યાદ આવે છે.- જાદવભાઇ વોરા, અધિક સચિવ, મહેસુલ વિભાગ

પિતાજીને સમજાવીને મને વધુ અભ્યાસની તક અ૫ાવી

હું સાવરકુંડલામાં અભ્યાસ કરતો હતો ત્યારે રતિલાલ બોરીસાગર સાહેબ શાળાંત પરીક્ષા પાસ કરવા માટેના કોચિંગ ક્લાસ ચલાવતા હતા. હું મારા પિતાના કહેવા મુજબ ત્યાં જઇને શિક્ષણ મેળવતો હતો ત્યારે સાહેબે મને જોઇને કહ્યું  કે તું વધારે હોશિયાર છું માટે તારે વધારે અભ્યાસ કરવાનો છે તે માટે મારા પિતાને સમજાવવા ઘરે આવ્યા હતા. - હર્ષદ ઉપાધ્યાય, નિવૃત્ત આસિસ્ટન્ટ મેનેજર, રિઝર્વ બેન્ક


Tags :