Get The App

ખેલાડી પોતાની જગ્યાએ ફૂટબોલ રમાડી શકે તેવા રૉબોટ્સ બનાવ્યા

PDEUમાં ટેસરેક્ટ- ધ એન્યુઅલ સાયન્સ-ટેક્નો ફેસ્ટનું આયોજન

Updated: Feb 8th, 2023

GS TEAM


Google News
Google News

આજે ટેકનિકલ ક્ષેત્રે રોજ કંઈકને કંઈક શોધાય છે.જેના પરિણામે આજે વ્યક્તિ માટે મંગળ પર પહોચવું પણ શક્ય બન્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પણ વિવિધ ટેક્નોલોજી વિશે જાણે અને કંઈક નવું શીખે તે ખૂબ જરૂરી બન્યું છે.આ હેતુ સિધ્ધ થાય તે માટે ઘણી બધી કોલેજોમાં વિવિધ વેબિનાર, સેમિનાર, સિમ્પોઝિયમ કે પછી ફેસ્ટનું આયોજન થતું હોય છે.પીડીઈયુમાં સોશિયલ એન્ડ ટેકનિકલ ક્લબ દ્વારા 'ટેક્નો ફેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું છે.જેની થીમ 'એન્ડ્રોમેડા - ફ્રોમ ઈન્ફિનીટી ટુ બિયોન્ડ' રાખવામાં આવી છે જેમાં પીડીઈયુની વિવિધ 25 ક્લબોએ ભાગ લીધો હતો અને થીમને અનુરૂપ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.

 

 બ્રહ્માંડ - ધ અસ્ટ્રોનોમી ક્લબ

ખેલાડી પોતાની જગ્યાએ ફૂટબોલ રમાડી શકે તેવા રૉબોટ્સ બનાવ્યા 1 - imageઆ ક્લબ દ્વારા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝીક્સ રીલેટેડ ઈવેન્ટનું આયોજન કર્યું હતુ. તેમની ઈવેન્ટનું નામ  ડિજીટલ પ્લેનેટેરિયમ છે તેમાં ફિશ-આઈ પ્રોજેક્ટર સેટ કરવામાં આવ્યું છે જેમાં એસ્ટ્રોનોમીના વિડિયો બતાવવામાં આવે છે.

ક્રેટસ - ધ રોબોટીક્સ - ઓટોમેશન ક્લબ

ખેલાડી પોતાની જગ્યાએ ફૂટબોલ રમાડી શકે તેવા રૉબોટ્સ બનાવ્યા 2 - imageઆ ક્લબ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન, હાર્ડવેર અને પ્રોગ્રામિંગ ફોર રોબોટિક્સ વગેરેનું નોલેજ મળે તેવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. તેમની ઈવેન્ટનું નામ રોબોસોકર છે જેમાં વ્યક્તિની જગ્યાએ રોબોટ્સ ફૂટબોલની મેચ રમે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

 

સિનર્જી - એન આંત્રપ્રેન્યોરશિપ ક્લબ

ખેલાડી પોતાની જગ્યાએ ફૂટબોલ રમાડી શકે તેવા રૉબોટ્સ બનાવ્યા 3 - imageઆ ક્લબ દ્વારા 'ઈન્ટરપ્લાનેટરી કાઉન્સિલ'નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પાર્ટીસિપન્ટસ્ને કોઈ એક પ્લેેનેટ આપવામાં આવે અને તેમને આ પ્લેનેટના કોલોનાઈઝેશનનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. 

 

અર્નિવેદા - ધ ઓફિશિયલ ટેક્નોઈકોનોમિક્સ ક્લબ

ખેલાડી પોતાની જગ્યાએ ફૂટબોલ રમાડી શકે તેવા રૉબોટ્સ બનાવ્યા 4 - imageઆ ક્લબ દ્વારા ઓક્શન બેઝ ઈવેન્ટ 'ગ્લોબલોપોલી'નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક ટીમને એક કન્ટ્રીની પ્રોફાઈલ આપવામાં આવી હતી અને ત્યારબાદ તે કન્ટ્રીના રીસોર્સ પ્રમાણે તે ટીમ બિડ કરી ઓક્શનમાં પાર્ટીસિપેટ કરી શકે.

 

I.C.E.સ્ટુડન્ટ ચેપ્ટર એન્ડ આલ્કેમી કેમેસ્ટ્રી ક્લબ

ખેલાડી પોતાની જગ્યાએ ફૂટબોલ રમાડી શકે તેવા રૉબોટ્સ બનાવ્યા 5 - imageઆ ક્લબ દ્વારા પાણીને શોષી લે તેવી કોંક્રિટના વિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ કોંક્રિટને 'થર્સ્ટી કોંક્રિટ' અથવા 'પર્વીયસ કોંક્રિટ' તરીકે ઓળખવામાં આવે છે.

Tags :