આધુનિક સમયમાં મશીન લર્નિંગ મોડેલનો વાસ્તવિક વિશ્વમાં ઉપયોગ વધ્યો છે
આઈઆઈટી- ગાંધીનગરમાં કમ્પ્યૂટર સાયન્સ ક્ષેત્રની મહિલા નિષ્ણાંતોનો ઓનલાઇન કાર્યક્રમ
આઇઆઇટી-ગાંધીનગરમાં એસોસિએશન ફોર કમ્પ્યૂટિંગ મશીનરી ઇન્ડિયા કાઉન્સિલ ઓન વુમન ઇન કમ્પ્યૂટિંગ (એસીએમ-ડબ્લ્યુ ઇન્ડિયા કાઉન્સિલ) દ્વારા ખાસ કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સ્ટડી કરતી વિદ્યાર્થિનીઓ માટે ઓનલાઇન વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્કશોપમાં આઇઆઇટી બોમ્બેના ડૉ. સુનીતા સર્વાગી અને આઇએમએસસીના કમ્પ્યૂટર સાયન્સના ડૉ.મીના મહાજન દ્વારા રિસર્ચ પેપર, રાઇટિંગ સ્કિલ અને લાઇફ બેલેન્સ વિશેની માહિતી આપી હતી. ડૉ. સુનિતા સરવાગીએ કહ્યું કે, મશીન લર્નિંગ ફક્ત કમ્પ્યૂટર સાયન્સ જ નહીં પણ સાયન્સ સંબંધિત બધા ડોમેન્સના સૌથી લોકપ્રિય ક્ષેત્ર તરીકે વિકસ્યું છે. આધુનિક સમયમાં મશીન લર્નિંગ મોડેલનો વાસ્તવિક-વિશ્વમાં ઉપયોગ વધ્યો છે. મશીન લર્નિંગમાં ઇનપૂટ્સના વિવિધ પ્રકાર હોય છે અને તેની તાલીમ માટે મોટી સંખ્યામાં ડેટાની ઉપલબ્ધતા, હાર્ડવેરમાં ક્રમિક પ્રગતિ અને એન્જિનિયરિંગ યુક્તિઓ સાથે ચોકસાઈ પ્રાપ્ત કરે છે અને તેનાથી માનવ ક્ષમતાની કામગીરી કરતા વધારે કામ કરે છે.
તમે સર્જનાત્મક પ્રવૃત્તિ કરીને પોતાના મનગમતા કાર્યક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવી શકો છો
સમય, જગ્યા, પરિણામ આપવા અથવા સમસ્યા હલ કરવા માટે વિવિધ કમ્પ્યૂટર પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. તર્ક અને દલીલો જેવી તકનિકોનો ઉપયોગ કરીને આપણા માટે અજાણી વસ્તુઓ વિશેના તથ્યોને સાબિત કરવા માટે કમ્પ્યુટેશનલ કોમ્પ્લેક્ષસિટીમાં સકટ અને પ્રૂફ કોમ્પ્લેક્ષસિટી ઉપયોગી બની રહે છે. દરેક સ્ટુડન્ટ સર્જનાત્મક પ્રવૃત્તિ કરીને પોતાના મનગમતા કાર્યક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવી શકે છે. -ડૉ.મીના મહાજન,આઇએમએસસી, ચેન્નાઇ