Get The App

કોરોનાને લીધે બેન્ક અકાઉન્ટ જ નહીં મારા ક્રશની મારા માટેની ફીલિંગ પણ ખાલી છે

જીએલએસ એફબીએ-એનઆરબીબીએના સ્ટુડન્ટસ ટીમ દ્વારા ઓનલાઇન કોમેડી વીડિયો તૈયાર કરાયા

Updated: May 7th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાને લીધે બેન્ક અકાઉન્ટ જ નહીં મારા ક્રશની મારા માટેની ફીલિંગ પણ ખાલી છે 1 - image

હાલના સમયમાં વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આપણાં દેશમાં કોરોના વાઇરસને અટકાવવા માટે ૧૭ મે સુધીનું લૉકડાઉન આપવામાં આવ્યું છે. આ લૉકડાઉનને લીધે મોટાભાગના સ્ટુડન્ટસ પોતાના સ્ટડીના સમય સિવાય બીજી ઇત્તર પ્રવૃત્તિ કરવામાં સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે ત્યારે શહેરની જીએલએસ એફબીએ-એનઆરબીબીએના સ્ટુડન્ટસ દ્વારા હ્યુમર હબ કલબ બનાવવામાં આવ્યું છે. અત્યારે કોરોના વાઇરસને લીધે લોકો ઘરમાં છે ત્યારે આ સ્ટુડન્ટસની ટીમની સાથેે એલ્યુમિનાઈ સ્ટુડન્ટસ મળીને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવીને તેના પર કોરોનાને લગતા કોમેડી વીડિયો અપલોડ કરવામાં કાર્ય કરવામાં આવે છે. આ વિશે હ્યુમર કલબના મેમ્બર દૈવલ શાહે વાત કરતાં કહ્યું કે, કોરોના વાઇરસના સમયમાં મળેલ સમયનો સદ્દઉપયોગ કરવા માટે અમે અમારા સ્ટુડન્ટસ ગૂ્રપ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજમાં લોકોમાં કોરોના ઇશ્યૂને લઈને લોકોમાં  જનજાગૃતિ આવે તે માટેના કરન્ટ ટોપીક પોઇન્ટ, શિક્ષણને લગતાં પોઇન્ટ અને કોમેડી ટોપિક પર વિવિધ ડાયલોગની મદદથી વીડિયો બનાવીને તેને અમારાં પેજ પર મૂકવામાં આવે છે. કોરોના વાઇરસને લીધે મોટાભાગનાં શહેરમાં રસ્તાઓ ખાલી જોવા મળી રહ્યાં છે જી હા એટલા જ ખાલી જેટલું મારું બેન્ક અકાઉન્ટ, મારું ઇન્સ્ટાગ્રામ અને મારી ક્રશની મારાં માટેની ફીલિંગ છે. આ વીડિયોને લોકો ખૂબ જ સારી રીતે જુએ છે અને પોતાની લાઈકની સાથે મંતવ્ય આપે છે.

રૂબરૂ નથી મળાતું તો ઈન્ટરનેટથી સમય પસાર કરીએ છીએ

ભગવાન છે તેવું લોકો ઓછું માનતા હતા ત્યારે આજે કોરોના વાઇરસને લીધે લૉકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં લોકો એકબીજાને રૂબરૂ મળી શકતા નથી ત્યારે ઈન્ટરનેટને એક ભગવાનનું રૂપ મને છે અને પોતાનો સમય પસાર કરે છે જેનાથી દરેક પરિસ્થિતિમાં ભગવાનની હાજરી છે તેમ માનીને કોઈ ખોટું કાર્ય થાય નહીં તેનું જીવનમાં ધ્યાન રાખવું જોઈએ.

Tags :