નિપૂણ થવા માટે માઇન્ડ ફૂલનેસ સ્કિલ ખૂબ ઉપયોગી બને છે
જીયુના સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે નેશનલ વર્કશોપ
ગુજરાત યુનિ.ના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડીયન એકેડમી ઓફ હેલ્થ સાયકોલોજીના (આઇએએચપી) સયુંક્ત ઉપક્રમે 'માઇન્ડ ફૂલનેસ સ્કિલ' વિષય પર નેશનલ વર્કશોપનંુ આયોજન કરાયું હતું. વર્કશોપના ઉદ્ઘાટનમાંં મહેન્દ્ર શર્મા, આનંદકુમાર તથા ડૉ.કામાયની માથુર હાજર રહ્યાં હતા.
સામેવાળી વ્યક્તિને કંઇક કહેતા પહેલા પોતાની જાત સાથે વાત કરો
દરેક વ્યક્તિમાં માઇન્ડ ફૂલનેસ હોય છે પણ તેને પ્રેક્ટિકલ જીવનમાં કઇ રીતે લાવી શકાય તેની બહુ ઓછા લોકોને ખબર હોય છે. સાયકોલોજિકલ રીતે વ્યકિતની નબળાઇમાંથી નિપુણ થવા માટે માઇન્ડ ફૂલનેસ સ્કિલ ખૂબ ઉપયોગી બન રહે છે. દરેક વ્યક્તિએ સામે વાળી વ્યક્તિને કંઇક કહેતા પહેલાં પોતાની જાત સાથે વાત કર્યા પછી પોઝિટીવ જવાબ આપવો જોઇએ. જેનાથી સમય જતા વ્યક્તિમાં અને સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે.