દરેક ક્ષેત્રમાં થતા આધારભૂત ફેરફાર માટે ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવું જરૂરી
'પરસ્પેક્ટિવ 2020- ક્રિએટિવિટી એન્ડ સસ્ટેનિબિલિટી' વિષય પર નેશનલ સેમિનાર
ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ દ્વારા યોજાયેલા નેશનલ સેમિનારમાં અરવિંદ સિંહાએ કહ્યું કે, આજના સમયમાં ક્રિએટિવિટી સસ્ટેનિબિલિટીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વિશ્વમાં ગ્લોબલવોર્મિંગને લઇને કુદરતી ઋતુચક્રમાં પણ ઘણાં ફેરફાર થયા છે. યુ.એન. દ્વારા ઓછા સમયમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક ક્ષેત્રમાં થતા આધારભૂત ફેરફાર માટે ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવું જરૃરી છે. સોસાયટી, ઇકોનોમી તથા એન્વાયરમેન્ટને સસ્ટેનેબિલિટીના અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે.
મેનેજમેન્ટ એજ્યુકેશનમાં કેમેસ્ટ્રી મેથડનું મહત્વ વધારે છે
સ્ટુડન્ટસે માર્કેટિંગ મેેનેજમેન્ટના અભ્યાસની સાથે વૈશ્વિક નોલેજને ધ્યાનમાં રાખવું જોઇએ. મેનેજમેન્ટની સાથે કેમેસ્ટ્રીનો અભ્યાસ હોવો જરૃરી છે જેનાથી વૈજ્ઞાાનિક તારણોને આધારે માર્કેટિંગનંુ કામ કરી શકે છે.- બાલા ભાસ્કરન, જીટીયુ