Get The App

વિશ્વમાં પર્યાવણીય જાળવણીમાં ભારતનો ક્રમ 100 પછીનો છે

સમાજશાસ્ત્ર ભવન ખાતે 'એજન્ડાઃ૨૦૩૦ ઇન્ડિયા રીસપોન્સ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ' પર નેશનલ સેમિનાર

Updated: Sep 16th, 2019

GS TEAM

Google News
Google News
વિશ્વમાં પર્યાવણીય જાળવણીમાં ભારતનો ક્રમ 100 પછીનો છે 1 - image

સેન્ટર ઓફ એક્સલન્સ કાયદા શાસ્ત્ર ભવન ગુજરાત યુનિવર્સિટી દ્વારા 'એજન્ડાઃ૨૦૩૦ ઇન્ડિયા રીસફોન્સ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ' નેશનલ સેમિનારનું આયોજન સમાજશાસ્ત્ર ભવન ખાતે કરાયું હતું. સેમનારિમા વર્ષ ૨૦૩૦માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ભારતની ભૂમિકા વિશે એક્સપર્ટ તરીકે જીએનએલયુના ડાયરેક્ટર એસ.શાંતાકુમાર, ગુજ.યુનિ.ના પ્રો.વાઇસ ચાન્સેલર ડૉ.જગદીશ ભાવસાર, સ્કૂલ ઓફ એક્સલન્સના ડાયરેક્ટર કૌશિક રાવલ હાજર દ્વારા સઘન ચર્ચા કરી હતી.

જીએનએલયુના ડાયરેક્ટર એસ.શાંતાકુમારે કહ્યું કે, માનવતાલક્ષી વ્યવહાર દ્વારા સમગ્ર જીવસૃષ્ટિને બચાવી શકાય છે. વિશ્વમાં પર્યાવણીય જાળવણીમાં ભારતનો નંબર ૧૦૦ પછી આવે છે. વધુ પ્રમાણમાં જંગલો નાશ થવાને લીધે ગરમી, અનિયમિત વરસાદ, ગ્લોબલ વોર્મિંગમાં વધરો થાય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૫ની સાલમાં પર્યાવરણ બચાવવા અને સમાજનો વિકાસ વિના વિઘ્ને થાય તે માટે વિવિધ પ્રકાર ૧૭ મુદ્દા નક્કી કરવામાં આવે છે અને તેનો સંપૂર્ણ અમલ ૨૦૩૦ સુધી થાય તેવી અપેક્ષાઓ સભ્યદેશો તરફથી રાખવામાં આવેલ છે. સમગ્ર વિશ્વમાં ૧૯૭૨થી સમગ્ર વિશ્વમાં પર્યાવરણ જાગુ્રતિ લાવવાની શરૃઆત કરી હતી અને દર ૧૦ વર્ષે વિશ્વના પર્યાવણવિદો મળીનેે પર્યાવરણ વિશેની માહિતી મેળવે છે. સારા સ્વાસ્થ્ય જીવનની સાથે  સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ જરૃરી છે જે પર્યાવરણ ભોગે નહીં પણ નિયમોમાં રહીને કામ કરવું જોઇએ. કાર્યક્રમમાં સ્ટુડન્ટ, રિસર્ચર તેમજ પ્રોફેસર હાજર રહ્યાં હતા. 

સારા જીવન માટે સારુ પર્યાવરણ અત્યંત જરૃરી 

સારા જીવન માટે સારુ પર્યાવરણ ખૂબ જરૃરી છે. કુદરતે આપણને તેની તમામ વસ્તુ નિઃ શુલ્ક આપી છે તેનો જરૃરિયાત મુજબ ઉપયોગ કરીને કામ કરવું જોઇએ. ગાંધીજીએ આપેલા પર્યાવરણ વિચારો પર ભાર મૂકવો જોઇએ. ગાંધીજીએ પર્યાવરણની સાથે સામાજિક વિકાસને પણ ધ્યાનમાં રાખવો જોઇએ. -કૌશિક રાવલ, સ્કૂલ ઓફ એક્સલન્સ, ડાયરેક્ટર 

Tags :