મેનેજમેન્ટ સ્ટુડન્ટસે બિઝનેસમાં સફળ બનવા પિપલ-પ્લેનેટ-પ્રોફિટને વધારે મહત્વ આપવું
જીએલએસ ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં નેશનલ મેનેજમેન્ટ ફેસ્ટ 'ઇમેજ ૨૦-૨૦'નું આયોજન
જીએલએસ ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં નેશનલ મેનેજમેન્ટ ફેસ્ટ 'ઇમેજ ૨૦-૨૦'નું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય અતિથિ લૈલા તૈયબજીએ કહ્યું કે, રૃરલ વિસ્તારમાં રહેતી બહેનોમાં પરંપરાગત હેન્ડીક્રાફ્ટ બનાવવાની કળા છે પણ તેમને ઓપર્ચ્યુનિટી મળતી નથી. આવી બહેનોને યોગ્ય પ્લેટફોર્મ મળે તો એક સારા બિઝનેસની દિશા ખૂલી શકે છે અને સાથે બહેનોને રોજગારી મળી શકે છે. મેનેજમેન્ટ સ્ટુડન્ટસે બિઝનેસને વધુ સફળ બનાવવા માટે પીપીપી (પિપલ-પ્લેનેટ-પ્રોફિટ)ને વધારે મહત્વ આપવું જોઇએ. દરેક વ્યકિતને આત્મિય રીતે અને પર્યાવરણને નુકસાન કર્યા વિના બિઝનેસમાં પ્રોફિટ કરવો જોઇએ. શેફાલી દાણીએ કહ્યું કે, આ મેનેજમેન્ટ ફેસ્ટમાં દેશની ૩૦ કોલેજના ૪૦૦થી વધુ સ્ટુડન્ટ હાજર રહ્યા છે જેઓ ફાઇનાન્સ, માર્કેટિંગ, એચ.આર., કોમ્યુનિકેશન તેમજ બ્રાન્ડિંગ એક્સપર્ટ ટૉક દ્વારા જાણકારી મળશે.
બિઝનેસની સાથે પર્યાવરણને બચાવવું અતિ આવશ્યક
આજે ગ્લોબલ વોર્મિંગને કારણે બિઝનેસની સાથે પર્યાવરણને બચાવવું ઘણું જરૃરી છે. દરેક વ્યકિતએ બિઝનેસમાં પ્રાઇવેટ કોસ્ટ, પબ્લિક કોસ્ટ અને સોશિયલ કોસ્ટને ધ્યાનમાં રાખવી જોઇએ. દરેક વ્યકિતએ પર્યાવરણને કેટલું નુકસાન કર્યું છે તેની માહિતી માટે પોતાના ઘરમાં એક ચાર્ટ બનાવવો જોઇએ. બિઝનેસને બચાવવાની સાથે પર્યાવરણને બચાવવું અતિ આવશ્યક છે. - અમિત ગર્ગ, ઇકોનોમિક પ્રોફેસર, આઇઆઇએમ-એ