મુક્તપણે હું કહેવા માંગુ છું, માત્ર મારા વિચારો નહીં હું પણ એમાં વહેવા માંગુ છું
થલતેજની એક સોસાયટીમાં યોજાયેલી મોટોજોજો ગેધરિંગમાં રાજસ્થાની ફૉક અને સૂફી સંગીત દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેને મોહિત કેશવાની દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, પાર્ટીસિપન્ટ તરીકે સોલો મ્યુઝિશ્યનમાં અંતિમ સોની અને ગૌરવ કાડુ અને પોએટ તરીકે ભાર્ગવ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તેમનું બેસ્ટ પરફોર્મન્સ આપી દરેકના દિલ જીતી લીધા હતા.
લોકો રાવણનું પૂતળું દર વર્ષે કેમ બાળે છે? આ પ્રશ્ન પર મારું પહેલું ગીત 'રામ રામ' લખ્યું હતું
પૂણેમાં અમારું બેન્ડ 'ફિડન ક્રાફ્ટ' છે પરંતુ મેં અહીં સોલો પરફોર્મ કર્યું છે. મેં મારી ડેઇલી લાઇફ પર ગીતો લખ્યા છે. આ ગીતો ઇન્ડિ-પોપ કેટેગરીમાં છે. હું ભોપાલમાં હતો અને મેં રાવણનું પૂતળું બાળતા લોકોને જોયા ત્યારે મને પ્રશ્ન થયો કે આ દર વર્ષે કેમ બાળે છે? તે પ્રશ્ન પર મેં મારું પહેલુ ગીત 'રામ રામ' લખ્યું હતું. - ગૌરવ કાડુ
૧૯૫૦-૬૦ની રાજસ્થાની કવિતાઓ પર સ્ટડી કરું છું
હું રાજસ્થાનના બુંદીનો રહેવાસી છું અહીંયા ૫ વર્ષથી સ્થાયી છું. આ ગેધરિંગમાં મેં પંજાબી ફૉક, રાજસ્થાની ફૉક અને સૂફી સોંગને અલગ ઝોનરમાં ગિટાર અને પિયાનો સાથે પરફોર્મ કર્યા હતા. સામાન્ય રીતે યંગસ્ટર્સને અત્યારે લેટેસ્ટ બોલિવૂડ સોન્ગનો ક્રેઝ હોય છે પરંતુ હું ૧૯૬૦ના રેટ્રો સોન્ગ પર પરફોર્મ કરું છું. આઇ.ટી. કંપનીમાં જોબ કરવાની સાથે રોજ રાત્રે ૧૦ થી ૧ મ્યુઝિકની પ્રેક્ટિસ કરુ છું અને હાલ ૧૯૫૦-૬૦ની રાજસ્થાની કવિતાઓ પર સ્ટડી કરી રહ્યો છું. - અંતિમ સોની
જેને જાહેરમાં ન વર્ણવી શકું તેને શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કરું છું
હું એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું મેં છ વર્ષ પહેલા કવિતા લખવાની શરૃઆત કરી હતી. ડેઇલી રૃટિનમાં જે બાબત પર હું પબ્લિકલી ન બોલી શકું તેને હું શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કરું છું. મોટોજોજો ઇવેન્ટમાં મેં જે રચના રજૂ કરી હતી તે આ પ્રમાણ છે.
મુક્તપણે હું પણ કહેવા માંગુ છું,
માત્ર મારા વિચારો નહી
હું પણ એમાં વહેવા માંગુ છું
વિષયની શોધમાં અને
શબ્દોની ખોજમાં ભટકાય રહ્યો છું,
કેમકે હવે શબ્દોતી નહિ,
શબ્દોમાં જીવવા માંગુ છું. - ભાર્ગવ ગજ્જર